Sat,16 November 2024,4:59 am
Print
header

જ્ઞાનવાપી મસ્જિદ સર્વેઃ શિવલિંગ મળ્યાં પછી વિવાદો શરૂ, કોર્ટે એડવોકેટ કમિશનરને આ કારણથી હટાવ્યાં- Gujarat Post

વારાણસીઃ જ્ઞાનવાપી મસ્જિદના સર્વે કેસમાં વારાણસી કોર્ટે મુખ્ય વકીલ કમિશનર અજય મિશ્રાને હટાવી દીધા છે. તેમની નિષ્પક્ષતા પર સવાલો ઉઠી રહ્યાં હતા. કોર્ટે બાકીના બે કમિશનરોને રિપોર્ટ દાખલ કરવા માટે બે દિવસનો સમય આપ્યો છે. સ્પેશિયલ કમિશનર વિશાલ સિંહ અને અજય પ્રતાપ સિંહ હવે સર્વે રિપોર્ટ પૂર્ણ કરશે, કોર્ટે મુસ્લિમ પક્ષને વાંધો નોંધાવવા માટે એક દિવસનો સમય આપ્યો છે. કેસની આગામી સુનાવણી 19 મેના રોજ થશે.

કોર્ટે શિવલિંગની ઊંચાઈ, લંબાઈ માપવા માટેની અરજી પર સુનાવણી કરી. શિવલિંગની માપણી મુદ્દે મુસ્લિમ પક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો છે. શૌચાલય અને પાણીની પાઈપ વગેરે બાબતે હિન્દુ પક્ષ તરફથી વાંધો માંગવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટને જાણવા મળ્યું કે અજય મિશ્રાએ જ્ઞાનવાપી મસ્જિદના સર્વે માટે એક પ્રાઈવેટ વીડિયોગ્રાફરને રાખ્યો હતો, તે આ કેસ સાથે જોડાયેલા મુદ્દાઓ પર સતત મીડિયામાં બોલતો હતો. 

સ્પેશિયલ કમિશનર વિશાલ સિંહે ફરિયાદ કરી કે અજય મિશ્રા દ્વારા રાખવામાં આવેલ પ્રાઈવેટ વીડિયોગ્રાફર મીડિયામાં સતત ન્યૂઝ લીક કરી રહ્યો હતો. યુપી કોર્ટે જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં તળાવને સીલ કરવાનો આદેશ આપ્યો હતો, અહીંથી શિવલિંગ મળી આવ્યું છે. જ્ઞાનવાપી મસ્જિદના સર્વે દરમિયાન, મસ્જિદના ઉપરના ભાગમાં, જ્યાં નમાઝ અદા કરવામાં આવે છે, ત્યાં વુઝુની જગ્યા પાસે એક નાનું તળાવ છે.

તળાવની વચ્ચે શિવલિંગ મેળવવાનો દાવો હિન્દુ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. શિવલિંગ મળ્યાં બાદ હિંદુ પક્ષ જિલ્લા કોર્ટ પહોંચ્યો છે. સાથે જ તેને સાચવવાનું કહેવામાં આવ્યું છે. બનારસ કોર્ટે આદેશ આપ્યો કે જ્યાંથી શિવલિંગ મળી આવ્યું છે તે જગ્યાને સીલ કરવામાં આવે. કોર્ટે વારાણસી જિલ્લા પ્રશાસનને પણ આદેશ આપ્યો છે. જ્યાંથી શિવલિંગ મળી આવ્યું છે ત્યાં કોઈપણ વ્યક્તિની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.

હિન્દુ અરજદારના વકીલ સુભાષ નંદન ચતુર્વેદીએ કહ્યું કે અમે વાંધો નોંધાવ્યો હતો.અમે જોયું કે ત્યાં એક શિવલિંગ છે. અમે કોર્ટને આ વાત કહીને કોઈ અવમાનના કરવા માંગતા નથી પરંતુ કોર્ટમાં માંગણી કરી હતી કે આ તળાવ સીલ કરવામાં આવે. અમને લાગ્યું કે કદાચ કોઈ છેડછાડ કરી રહ્યું છે. મુસ્લિમ પક્ષ કોર્ટમાં જવા માટે સ્વતંત્ર છે.

જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ આ વિવાદ ઉગ્ર બન્યો છે. હિંદુ પક્ષ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે મસ્જિદ પરિસરમાં શિવલિંગ મળી આવ્યું છે, મુસ્લિમ પક્ષનું કહેવું છે કે તે શિવલિંગ નથી પરંતુ એક ફુવારો છે. આ અંગે વારાણસી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટ કમિશનરે સર્વે રિપોર્ટ રજૂ કરવા માટે વધુ બે દિવસનો સમય માંગ્યો હતો. કોર્ટે આ સમય આપ્યો છે.

મુસ્લિમ પક્ષે અજય મિશ્રાને હટાવવાની માંગણી કરી હતી. તે જ સમયે, અજય પ્રતાપ સિંહ અને વિશાલ સિંહ સર્વે ટીમનો ભાગ બની રહેશે. હવે વિશાલ સિંહ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરશે.
આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. આ સુનાવણી મસ્જિદ કમિટીની અરજી પર થઈ રહી છે. સમિતિએ સર્વોચ્ચ અદાલતમાં દાખલ કરેલી અરજીમાં સર્વે હાથ ધરવા પર સવાલો ઉઠાવ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch