Mon,18 November 2024,2:07 am
Print
header

ગુજરાત દુર્દશા તરફ ! કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 8152 કેસ નોંધાયા, 81 દર્દીના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસ રેકોર્ડ બ્રેક સપાટી પર આવ્યાં છે. એક જ દિવસમાં નવા 8152 કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. વધુ 81 દર્દીઓના સારવાર દરમિયાન મોત થતા મોતનો આંકડો 5 હજાર ઉપર પહોંચ્યો છે. જ્યારે 3023 દર્દીઓને સારવાર બાદ સાજા થઇ ગયા છે. 

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 28, સુરતમાં 26, રાજકોટમાં 10, વડોદરામાં 7 અને ગાંધીનગરમાં 3 દર્દીઓના મોત થયા છે. કુલ મોતનો આંકડો 5076 થઇ ગયો છે.
અમદાવાદમાં રાજ્યના સૌથી વધારે 2672 કેસ નોંધાયા છે અમદાવાદ શહેરમાં 2631 કેસ આવ્યાં છે. સુરતમાં 1882 કેસ નોંધાયા છે. જેમાં 1551 કેસ શહેરી વિસ્તારના છે. વડોદરામાં કુલ કેસ 486 થયા છે. રાજકોટમાં નવા 753 કેસ નોંધાયા છે. જામનગરમાં 309, ભાવનગરમાં 170, ગાંધીનગરમાં 129, બનાસકાંઠામાં 108, મહેસાણામાં 249, જૂનાગઢમાં 107, સાબરકાંઠામાં 52, પંચમહાલમાં 87, કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં મેડિકલ સેવાઓને લઇને હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે જેનાથી સરકારની બેદરકારી છતી થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch