Fri,15 November 2024,11:04 pm
Print
header

ફરીથી કોરોનાનો ખતરો વધ્યો, ચીનના મોટા શહેરોમાં લોકડાઉન, 2 કરોડ લોકોને ઘરોમાં રહેવા અપીલ- Gujaratpost

દૈનિક કેસોમાં વધારો નોંધાતા બે કરોડથી વધુ લોકોને ઘરમાં રહેવા અપીલ 

વધી રહેલા સંક્રમણના કારણે ચીનના અનેક શહેરોમાં લોકડાઉનની જાહેરાત  

બેઇજિંગઃ ચીનમાં કોરોના વાયરસે ફરી એક વખત હાહાકાર મચાવ્યો છે. કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણના કારણે ચીનના અનેક શહેરોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ચીનના ઘણા શહેરો ફરી એકવાર લોકડાઉનનો સામનો કરી રહ્યાં છે. ચેંગદુ શહેરમાં દૈનિક કેસોમાં વધારો નોંધાતા સરકારની ચિંતા વધી છે, કુલ બે કરોડથી વધુ લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

ચીન સરકારના આદેશ અનુસાર, ગુરુવારથી રવિવાર સુધી ચેંગદુમાં એક વિશાળ કોવિડ પરીક્ષણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ પશ્ચિમ પ્રાંત સિચુઆનની રાજધાનીમાં તમામ રહેવાસીઓને સાંજે 6 વાગ્યાથી ઘરે રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે પરંતુ પરિવારના સભ્યને દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે બહાર જવા અને ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

આ પહેલા ચીનના ડેલિયન અને શેનઝેનમાં કોરોના સંક્રમણ વધતા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. રાજધાની બેઇજિંગ અત્યારે સંક્રમણથી એટલી અસરગ્રસ્ત નથી. જો કે રાજધાનીના પ્રવેશ અને બહાર નીકળવા પર નિયંત્રણો લાદવામાં આવ્યા છે અને લોકોને દરરોજ કોરોના ટેસ્ટ કરાવવા માટે કહેવામાં આવ્યું છે.  

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch