Sun,17 November 2024,12:02 am
Print
header

કોરોનાના નવા વેરિયંટે ભારતીય વૈજ્ઞાનિકોની વધારી ચિંતા, ડેલ્ટા સાથે મળશે તો ગંભીર સંકટ ઉભું થશે

ભારતમાં આવતો અટકાવવો પડશે આ નવો વાઇરસ 

(file photo)

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકા સહિત ત્રણ દેશોમાં મળેલા કોરોના વાયરસના નવા વેરિયંટે ભારતીય વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે.જીનોમ સીક્વેસિંગની નજર રાખતાં ઈન્સાકોગનું માનવું છે કે આ નવો વેરિયંટ બી.1.1.529 જો ડેલ્ટા મિશ્રિત હશે તો ગંભીર સ્થિતિ પેદા થઈ શકે છે.જો કે હજુ સુધી આ અંગે કોઈ તથ્ય સામે આવ્યું નથી. પરંતુ ભારતીય વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ભારતમાં કોરોનાનો નવો વેરિયંટ આવતો રોકવો જોઈએ.

નવી દિલ્હી સ્થિત કાઉન્સિલ ઓફ સાઈટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચના ઈન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઈન્ટીગ્રેટિવ બાયોલોજીના વૈજ્ઞાનિક ડો. વિનોદ સ્કારિયાના કહેવા મુજબ, પ્રથમ વાર વાયરસમાં 32 વખત મ્યુટેશન થયું છે. વાયરસની સ્પાઇક સંરચનામાં સૌથી વધારે બદલાવ થયો છે, આ કારણે બ્રેક થ્રૂ ઈન્ફેક્શનના કેસ નોંધાઈ રહ્યાં છે.

ડો. સ્કારિયાએ કહ્યું હાલ થોભો અને રાહ જુઓનો સમય છે. આપણે સાવધાન રહેવાની જરૂર છે, વેક્સિન અને જન સ્વાસ્થ્ય સાથે જોડાયેલા ઉપાયો તાત્કાલિક પૂરી સતર્કતા સાથે શરૂ કરવાની જરૂર છે. જો કે નવા વેરિયંટ અંગે વધુ માહિતી માટે આપણે કેટલાક દિવસો રાહ જોવી પડશે. દક્ષિણ આફ્રિકા સહિત અન્ય દેશોના વૈજ્ઞાનિકો તેના અધ્યયનમાં લાગ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની સલાહકાર સમિતીએ નવા કોરોના વેરિયંટને ‘Omricron’ નામ આપ્યું છે. આ સાથે WHO એ નવા કોરોના વેરિયંટને 'ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક વેરિયંટ' ગણાવ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch