Fri,20 September 2024,3:12 pm
Print
header

નવા વર્ષ પહેલા કોરોના ફરી ડરાવવા લાગ્યો, સબ વેરિઅન્ટ JN-1ના કેસ અચાનક વધવા લાગ્યાં

નવી દિલ્હીઃ ચીનમાં ડિસેમ્બર 2019માં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન સહિત સમગ્ર વિશ્વને લાગ્યું કે આ એક સામાન્ય વાયરસ હશે. થોડા સમય પછી તેને નિયંત્રિત કરવામાં આવશે. ચીને પણ આ મામલાની માહિતી છુપાવીને રાખી હતી અને દુનિયાને તેનાથી અજાણ રાખી હતી. પરંતુ થોડા સમય પછી આ વાયરસે એવી તબાહી મચાવી કે દુનિયામાં તબાહી મચી ગઇ,  દુનિયા થંભી ગઈ. લોકો પોતાના ઘરોમાં કેદ થઈ ગયા. સમગ્ર વિશ્વમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. લાખો લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને કરોડો લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.

સબ વેરિઅન્ટ JN-1 થી લોકો ભયભીત

આ પછી તેની રસી બનાવવામાં આવી પરંતુ નક્કી થયું કે હવે આપણે કોરોના વાયરસ સાથે જીવવું પડશે. સમયાંતરે તેના નવા સ્વરૂપો આવતા રહ્યા અને પાયમાલી મચાવતા રહ્યાં. હવે ફરીથી કોરોના JN-1નું નવું સબ વેરિઅન્ટ સામે આવ્યું છે. જેને કારણે લોકો સંક્રમિત થઈ રહ્યાં છે, આ નવો પ્રકાર JN-1 વિશ્વના 40 દેશોમાં ફેલાયો છે અને ભારતમાં અત્યાર સુધીમાં 25 થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે ભારતમાં છેલ્લા 2 અઠવાડિયામાં કોરોનાને કારણે 16 લોકોનાં મોત થયા છે. જો કે, તેમાં મોટાભાગના લોકો ડાયાબિટીસ અને હૃદયની સમસ્યા જેવા અન્ય રોગોથી પીડિત હતા.

દેશમાં હાલમાં 2311 દર્દીઓ કોરોનાથી પીડિત

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં અનુસાર દેશમાં હાલમાં 2311 દર્દીઓ કોરોનાથી પીડિત છે. તેમાંથી 91-92% લોકો ઘરે બેઠા સારવાર લઈ રહ્યાં છે. નવા પ્રકારવાળા દર્દીઓમાં વાયરસના લક્ષણો એકદમ હળવા હોય છે. જો કે, તેમાં ગભરાવાનું કંઈ નથી. WHOએ કહ્યું છે કે હાલની રસી આ નવા પ્રકાર સામે અસરકારક છે પરંતુ સાવધાની જરૂરી છે. લોકોએ ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ અને બંધ અથવા પ્રદૂષિત હવાવાળા વિસ્તારોમાં માસ્ક પણ પહેરવું જોઈએ.

ચંદીગઢમાં માસ્ક પહેરવાની આપી સલાહ

ભારતમાં ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે ઘણા રાજ્યો અને શહેરોમાં નવી સ્તરની ચેતવણી જારી કરવામાં આવી છે.પંજાબ અને હરિયાણાની રાજધાની ચંદીગઢમાં પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. અહીં લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. લોકોએ ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ. આ સાથે જ હોસ્પિટલમાં જતા લોકોને ફરજિયાતપણે માસ્ક પહેરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યોને વધારાની સાવચેતી રાખવાની સલાહ આપી છે.સરકારે કહ્યું છે કે જિલ્લાઓમાં કોરોના ટેસ્ટ વધારવો જોઈએ. આ સાથે હોસ્પિટલોને પણ એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch