Sat,16 November 2024,10:14 pm
Print
header

દેશમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસની સંખ્યા 25 થઈ, કેંદ્ર સરકારે આપી ચેતવણી- Gujarat Post

નવી દિલ્હીઃ દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિએન્ટના 25 કેસ સામે આવ્યાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલને કહ્યું કે દેશમાં અત્યાર સુધી ઓમિક્રોન વેરિએન્ટે 25 કેસ સામે આવ્યાં છે. દરેક કેસોમાં સામાન્ય લક્ષણો જ જોવા મળ્યાં છે. અત્યાર સુધી રિપોર્ટ કરવામાં આવેલા દરેક વેરિએન્ટના આ ફક્ત 0.04 ટકા છે.તેમણે જણાવ્યું કે 24 નવેમ્બર સુધી દેશમાં ઓમિક્રોન વેરિએન્ટની જાણકારી મળી ગઈ હતી.ત્યાં જ હવે 59 દેશોમાં આ વેરિએન્ટ સામે આવી ચુક્યો છે. આ 59 દેશોમાં કુલ મળીને ઓમિક્રોનના 2,936 કેસ સામે આવ્યાં છે. ઉપરાંત 78,054 સંભવિત કેસ સામે આવ્યાં છે. જેમની જીનોમ સીક્વન્સિંગ ચાલું છે.

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3, મહારાષ્ટ્રમાં 10, કર્ણાટકમાં 2, દિલ્હીમાં 1 વ્યક્તિમાં આ સંક્રમણની પુષ્ટિ થઈ છે. મોટાભાગના દર્દીઓમાં સામાન્ય લક્ષણો જોવા મળ્યા છે. લવ અગ્રવાલે કહ્યું કે વિશ્વભરના 59 દેશોમાં ઓમિક્રોનના કેસ જોવા મળ્યાં છે.

આખી દુનિયામાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનને કારણે દહેશતનો માહોલ છે. દુનિયામાં લગભગ 57 દેશોમાં ઓમિક્રોન વેરિએન્ટના કેસ સામે આવ્યાં છે. અત્યાર સુધી વૈજ્ઞાનિકો આ વેરિએન્ટ વિશે વધારે જાણકારી નથી મેળવી શક્યા. પરંતુ અમુક રિસર્ચ દ્વારા અહીં જાણવા મળ્યું છે કે ઓમિક્રોનનું સંક્રમણ બાળકોમાં વધારે જોવા મળી રહ્યું છે.

ઓમિક્રોનને લઈને કેન્દ્ર સરકાર હરકતમાં આવી ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને અનેક સૂચનાઓ આપી છે. જેમાં હોસ્પિટલમાં બેડની સૂચના ઓનલાઇન કરવી, વેન્ટિલેટરની સમીક્ષા કરવી તથા રાજ્યોને ટેસ્ટિંગ વધારવા માટેના આદેશ આપવા માટેની પણ સૂચના આપી દેવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch