Sun,17 November 2024,7:00 pm
Print
header

BIG NEWS- આ મહિનામાં ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની આગાહીથી લોકોની ચિંતા વધશે, જાણો SBI એ શું કહ્યું ?

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર પુરી થઇ રહી છે, લાખો લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે હજારો લોકોના કોરોનાથી મોત થયા છે, એક તરફ દેશમાં કોરોના રસીકરણમાં ઝડપ લાવવામાં આવી છે તેમ છંતા કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી છે.SBI (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના) એક રિસર્ચ રિપોર્ટમાં દાવો કરાયો છે કે દેશમાં 21 ઓગસ્ટ આસપાસમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે તેનું સંક્રમણ વધારે થતા સપ્ટેમ્બરમાં દેશમાં કોરોનાના કેસનો આંકડો પીક પર હશે એટલે કે સ્થિતી ચિંતાજનક બની શકે છે.

એસબીઆઈ દ્વારા પ્રકાશિત કોવિડ-19- ધ રેસ ટૂ ફિનિશિંગ લાઇન નામના રિપોર્ટમાં કોવિડની ત્રીજી લહેરની વાત કરવામાં આવતા ચિંતા વધી છે. એક તરફ સરકાર રસીકરણ વધારી રહી છે નવા કોવિડ બેડની વ્યવસ્થા પણ કરાઇ છે, બીજી તરફ એસબીઆઈની આગાહીથી સરકાર અને નાગરિકોની ચિંતા વધી રહી છે, જો લોકો હજુ પણ કોવિડ ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરશે તો કોરોના ફરીથી ભયાનક સ્વરૂપ લઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch