Sat,16 November 2024,9:58 am
Print
header

આવી ગઇ 12 થી 14 વર્ષના બાળકોની કોરોનાની રસી, 16 માર્ચથી રસી આપવાની સરકારની જાહેરાત- Gujarat post

નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Corona virus) સામે રસીકરણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દરમિયાન 12 થી 14 વર્ષના બાળકોનું કોવિડ રસીકરણ (Corona vaccine) આગામી 16 માર્ચથી શરૂ થઈ રહ્યું છે. 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને ‘બુસ્ટર ડોઝ’ (Booster dose) આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.

મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું, બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત. મને જણાવતાં ખુશી થાય છે કે 16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત 60 વર્ષથી મોટા તમામ લોકો પ્રિકોશન ડોઝ લઇ શકશે. મારો બાળકોના પરિવારજનો તથા 60થી મોટી વયના લોકોને વેક્સિન જરૂર લેવાનો આગ્રહ છે.

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે છે. દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી પાંચ હજાર કરતાં પણ ઓછા કેસ નોંધાઈ રહ્યાં છે. રવિવારે દેશમાં 3116 કેસ નોંધાયા હતા.વધુ 16 સંક્રમિતોના મોત થયા હતા. 4377 સંક્રમિતોએ કોરોનાને મ્હાત આપી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.47 ટકા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch