છત્તીસગઢ, તેલંગાણા,વેસ્ટ બંગાળ, ઝારખંડ સહિતના અનેક રાજ્યોમાં વાવાઝોડાની અસર
ઓડિસ્સાઃ અર્નબ વાવાઝોડાના લીધે અનેક જગ્યાએ તબાહીના દ્રશ્યો દેખાયા છે, ગંજમ જિલ્લામાં સ્થિતી ચિંતાજનક છે, અંદાજે 300 જેટલા ગામોમાં ભારે વરસાદ પડ્યો છે અને લોકોની મુશ્કેલીઓ વધી રહી છે.
ગંજમ જિલ્લામાં ત્રણ દિવસથી સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ઋષિકુલ્યા નદીના જળસ્તરમાં વધારો થયો છે, નદી કિનારે આવેલા અનેક ગામોમાં એલર્ટની સ્થિતી છે, સોરડા, અસ્કા જેવા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે જુદી જુદી ટીમો કામ કરી રહી છે.
અર્નબે ઓરિસ્સામાં મોટી તબાહી મચાવી છે, અનેક ગામોમાં અસર થઇ છે, લોકોએ ભારે વરસાદને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓડિસ્સાના 16 જિલ્લાઓમાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઇ છે, આ ઉપરાંત છત્તીસગઢ, આંધ્રપ્રદેશમાં આ વાવાઝોડાની મોટી અસર દેખાઇ રહી છે.














