Thu,14 November 2024,11:43 pm
Print
header

CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું ભગવાનને પ્રાર્થના કરો, પોરબંદર, દ્વારકાના દરિયામાં વાવાઝોડાનો કરંટ, અનેક ગામોમાં એલર્ટ

વાવાઝોડું પોરબંદરથી 460 કિલોમીટર દૂર દરિયામાં

પોરબંદરઃ ગુજરાત પર મોટો વાવાઝોડાનો ખતરો મંડરાઇ રહ્યો છે, દ્વારકા, પોરબંદર, જામનગર, જખૌ જેવા દરિયા કિનારાના વિસ્તારોમા એલર્ટ જારી કરાયું છે, અનેક ગામોમાં લોકોને સાવચેત રહેવા કહેવાયું છે, આગામી ત્રણ દિવસ બાદ અંદાજે 135 કિ.મીની ઝડપથી બિપરજોય વાવાઝોડું દરિયાઇ વિસ્તારોમાં તબાઇ મચાવી શકે છે. આ વાવાઝોડું 15 જૂને ગુજરાતના દરિયા કિનારે ટકરાઇ શકે છે.

હાલમાં જ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે, જિલ્લા કલેકટરોએ બચાવ કામગીરીને લઇને તૈયારીઓ કરી લીધી છે, સીએમ ભૂપેન્દ્ર પટેલે બેઠક કરીને સમીક્ષા કરી છે, સાથે જ તેમને કહ્યું છે કે લોકો ભગવાનને પ્રાર્થના કરે કે આ કુદરતના કહેરથી ભગવાન આપણે બચાવે.

દેવભૂમિ દ્વારકાના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે, ભારે પવન સાથે અનેક જગ્યાએ વરસાદી માહોલ છે. જરૂર પડશે તો અનેક ગામોમાં લોકોનું સ્થળાંતર કરીને તેમને સુરક્ષિત સ્થળોએ લઇ જવાશે. સરકારી કર્મચારીઓ-અધિકારીઓની રજાઓ રદ કરી દેવાઇ છે, અને કેટલીક સ્કૂલોમાં બે દિવસ રજા જાહેર કરાઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch