Fri,20 September 2024,6:06 pm
Print
header

મિચૌંગે મચાવી તબાહી, ચેન્નઈ શહેરમાં પાણી-પાણી, ચક્રવાતને કારણે 5 લોકોનાં મોત

ચેન્નઈઃ ચક્રવાતી તોફાન મિચૌંગ ઝડપથી તમિલનાડુ અને આંધ્રપ્રદેશ તરફ આગળ વધી રહ્યું છે. તમિલનાડુના અનેક શહેરોમાં મુશળધાર વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ચેન્નઈમાં એટલો ભારે વરસાદ પડી રહ્યો છે કે વાહનો બોટની જેમ રસ્તા પર તરતા જોવા મળ્યાં છે. 5મી ડિસેમ્બરની બપોર સુધીમાં ચક્રવાત મિચૌંગ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકી શકે છે. તોફાન ત્રાટકે તે પહેલા જ પૂર્વ કિનારાના 5 રાજ્યો એલર્ટ મોડ પર છે. આ વાવાઝોડું નેલ્લોર અને માછલીપટ્ટનમની વચ્ચેની જમીન સાથે ટકરાશે, ત્યારબાદ તેની ગતિ ઓછી થઈ જશે.

આંધ્રપ્રદેશના આ 8 જિલ્લાઓમાં એલર્ટ

ચેન્નઈમાં ભારે વરસાદને કારણે 12 ફ્લાઈટ રદ કરવામાં આવી છે. ઘણી ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. શાળાઓમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. ચેન્નઈમાં ભારે વરસાદને કારણે પાંચ લોકોના મોત થયા છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને રાહતના પગલાં લેવા માટે હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ આપ્યો છે.

ગંભીર ચક્રવાતી વાવાઝોડાની અસરને કારણે આંધ્રપ્રદેશમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 8 જિલ્લાઓ - તિરુપતિ, નેલ્લોર, પ્રકાશમ, બાપટલા, કૃષ્ણા, પશ્ચિમ ગોદાવરી, કોનાસીમા અને કાકીનાડા માટે ચેતવણી જારી કરી છે. મુશળધાર વરસાદને કારણે ચેન્નઈ એરપોર્ટના રનવે અને સબવે પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ફ્લાઈટને અસર થઈ છે.

ચક્રવાતની ચેતવણી વચ્ચે NDRF એલર્ટ પર છે

આંધ્રપ્રદેશના સીએમ વાયએસ જગનમોહન રેડ્ડી પણ વાવાઝોડાને લઈને સતત બેઠકો કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે બાપટલા લેક્ટરેટે સ્થાનિક લોકોની સુરક્ષા અને રાહત કાર્ય માટે તમામ જરૂરી પગલાં લીધા છે. ચક્રવાતને કારણે અધિકારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. 24 કલાક પરિસ્થિતિની દેખરેખ માટે કંટ્રોલ રૂમની સાથે મેડિકલ કેમ્પ પણ ગોઠવવામાં આવ્યાં છે. NDRF એ તમિલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પુડુચેરી માટે 18 ટીમો તૈનાત કરી છે. 10 વધારાની ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ

તોફાનના એલર્ટને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે તબાહીના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ચક્રવાત મિચૌંગ તમિલનાડુ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. આ સમયગાળા દરમિયાન 100 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ ચક્રવાતની અસર પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

મિચૌંગ પશ્ચિમ બંગાળમાં પણ તબાહી મચાવશે

ચક્રવાત મિચૌંગ 3જી ડિસેમ્બરે રાત્રે લગભગ 11.30 વાગ્યે ચેન્નઈના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટક્યું હતું, ત્યારબાદ 4 ડિસેમ્બરની રાતથી તમિલનાડુના 11 જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. હવે આ વાવાઝોડું આજે આંધ્રપ્રદેશમાં પ્રવેશ કરશે. ત્યાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વાવાઝોડું 6 ડિસેમ્બર સુધી આંધ્ર પ્રદેશમાં તેની અસર બતાવશે. તે પછી 7 ડિસેમ્બરે, મિચૌંગ વાવાઝોડું પશ્ચિમ બંગાળના મેદિનીપુર, ઝારગ્રામ, પરગણા, કોલકાતા, હાવડા અને હુબલી સહિત ઘણા જિલ્લાઓમાં તબાહી મચાવી શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch