Thu,14 November 2024,11:17 pm
Print
header

ઝડપથી આગળ વધી રહ્યું છે ચક્રવાતી તોફાન બિપરજોય, દેશના આ રાજ્યોમાં 11 થી 14 જૂન સુધી ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હીઃ ચક્રવાતી તોફાન બિપરજોય ઝડપથી આગળ વધી રહ્યું છે. IMDએ આગાહી કરી છે કે 10 જૂને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પવનની ઝડપ 35-45 કિમી પ્રતિ કલાકથી 55 કિમી પ્રતિ કલાકની રહેશે. તે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે વધીને બીજા દિવસે 11 જૂને 60 કિમી પ્રતિ કલાકની ઝડપે વધે તેવી શક્યતા છે. 12 જૂને પવનની ઝડપ 45-55 કિમી પ્રતિ કલાકથી 65 કિમી પ્રતિ કલાકની રહેશે. આગામી બે દિવસ 13 અને 14 જૂને પવનની ઝડપ 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે 70 કિમી પ્રતિ કલાકની રહેશે. હવામાન વિભાગે જણાવ્યું કે 10 જૂને દરિયાની સ્થિતિ ઉબડખાબડ અને 11 થી 14 જૂન દરમિયાન સ્થિતિ અત્યંત ખરાબ રહેવાની સંભાવના છે. વિભાગે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, ગોવા સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે.

આગામી 24 કલાકમાં ચક્રવાતી તોફાન વધુ તીવ્ર થવાની ચેતવણી

હવામાન વિભાગે (IMD) શનિવારે જણાવ્યું કે અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડું બિપરજોય આગામી 24 કલાકમાં વધુ તીવ્ર બનશે અને ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની ધારણા છે. IMDએ એક ટ્વીટમાં કહ્યું, "પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર પર ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન બિપરજોય. આગામી 24 કલાક દરમિયાન ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે.

ચક્રવાત બિપરજોયના કારણે અરબી સમુદ્રના કિનારે વલસાડના તિથલ બીચ પર ઊંચા મોજા જોવા મળ્યાં છે. સાવચેતીના પગલા તરીકે તિથલ બીચને 14 જૂન સુધી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે, તેઓ બધા પાછા ફર્યાં છે. જો જરૂર પડશે તો લોકોને દરિયા કિનારે આવેલા ગામમાં ખસેડવામાં આવશે. તેમના માટે આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યાં છે. 14 જૂન સુધી તિથલ બીચ પ્રવાસીઓ માટે બંધ કરી દીધો છે.

ચક્રવાત બિપરજોય આગામી 36 કલાકમાં તીવ્ર થવાની આગાહી સાથે હવામાન વિભાગે માછીમારોને કેરળ, કર્ણાટક અને લક્ષદ્વીપના દરિયાકાંઠે દરિયામાં ન જવાની સલાહ આપી છે. કેરળના જે જિલ્લાઓમાં શુક્રવાર માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તેમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, પથાનમથિટ્ટા, અલાપ્પુઝા, કોટ્ટાયમ, ઇડુક્કી, કોઝિકોડ અને કન્નુરનો સમાવેશ થાય છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch