Mon,18 November 2024,5:42 am
Print
header

હૈવાનિયતની હદ વટાવી દીધી, દાનહમાં ચાર વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરીને લાશના ટુકડા કરીને..

સેલવાસઃ દાનહના નરોલીમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરીને આરોપીએ તેના શરીરના ટુકડા કરીને ફેંકી દેવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. દાનહ પોલીસે 40 ફ્લેટમાં ચકાસણી કર્યાં બાદ એક ફ્લેટના ટોઈલેટની બારીનો કાચ તૂટેલો દેખાતા ફ્લેટમાં રહેતા આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.આ ઘટનાની જાણ થતા દાનહ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને પુરાવા ભેગા કરવાની કાર્યવાહી કરી રહી છે પોલીસે સૌપ્રથમ બાળકીના ઘરની આસપાસ તપાસ હાથ ધરી હતી.

સેલવાસ ખાતે નરોલીના એક સોસાયટીમાં રહેતા પરિવારની 4 વર્ષીય દીકરી ગ્રાઉન્ડ ફ્લોર પર બાળકો સાથે રમી રહી હતી. તે બિલ્ડીંગ નીચેથી અચાનક ગુમ થઇ જતા તેના પરિવારજનો ચારેય તરફ બાળકીની શોધખોળ શરૂ કરી હતી. બાળકીનો કોઇ જગ્યાએ પત્તો ન લાગતા નરોલી પોલીસ મથકમાં જાણ કરી હતી. પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બાળકીની શોધખોળ શરૂ કરી હતી.

બિલ્ડીંગના ટોયલેટના પાઇપલાઇન પાસે એક શંકાસ્પદ થેલો દેખાતા તેને ઉતારી અંદર ચકાસણી કરતા ગુમ બાળકીના લાશના ટુકડા મળી આવ્યાં હતા. પોલીસ તપાસમાં પહેલા માળના એક ફ્લેટના ટોયલેટની બારીનો કાચ તૂટેલી હાલતમાં દેખાતા તે ફ્લેટની અંદર સૂતેલી હાલતમાં એક વ્યક્તિ મળી આવ્યો હતો. પોલીસે રૂમની અંદર જોતા ઠેરઠેર લોહી જોવા મળ્યું હતું. જેથી આરોપી સંતોષ રજતની ધરપકડ કરી વધુ પૂછપરછની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બાળકીને રમતી વખતે ગ્રાઉન્ડ ફ્લોરથી ઉંચકી લઇ જઇ પોતાના ફ્લેટમાં કથિત દુષ્કર્મ ગુજારતા મોત થઇ ગયા બાદ લાશના ટુકડા ટુકડા કરી ટોયલેટની બારીમાંથી ફેંકી દીધા હોવાનું જાણવા મળ્યું છે. 

માસૂમ બાળકી સાથે હૈવાનિયત જેવું કૃત્ય કરી તેની હત્યા કરી નાંખતા પિતા સહિત સમગ્ર પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આઘાતમાં આવેલા પિતાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે પરિવારજનો તથા બિલ્ડીંગના રહીશોમાં ભારે આક્રોશ ફેલાઈ ગયો હતો આરોપીને અમને સૌંપી દો અમે જ ન્યાય કરીશું તેવી માંગ ઉઠી છે. લોકોનો આક્રોશ જોઈ પોલીસે આરોપીને લઈ તુરંત પોલીસ મથકે જવા રવાના થઈ હતી.નરાધમ સંતોષે પહેલાં પણ સોસાયટીમાં બાળકીઓ સાથે છેડતી કરી હોવાનું સ્થાનિકો પાસેથી જાણવા મળ્યું છે.વિકૃત માનસિકતા ધરાવતા આ વ્યક્તિને પહેલા જ સોસાયટીથી બહાર કરી દેવામાં આવ્યો હોત તો આજે માસૂમ બાળકી ભોગ બનતા બચી ગઇ હોત. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch