Sun,17 November 2024,12:18 am
Print
header

ACB ના છટકામાં ફસાયા ASI બદાભાઇ, રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાયા

દાહોદઃ એસીબીએ પોલીસ વિભાગમાં ચાલી રહેલો ભ્રષ્ટાચાર ખુલ્લો કરવાનું અભિયાન આગળ વધાર્યું છે, જેમાં આજે દાહોદ પોલીસ સ્ટેશનના એએસઆઇ બદાભાઇ દલસીંગ ચૌહાણ રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાઇ ગયા છે આરોપીએ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રથમ માળે આવેલ ડી-સ્ટાફની ઓફીસમાં આ રૂપિયા લીધા હતા

બે મહિના અગાઉ ફરીયાદીના ભાઇની પુત્રી કોઇ છોકરા સાથે ભાગી ગઇ હતી, આ કેસમાં પંચ રાહે જે તે વખતે સમાધાન કરી દાવા પેટે નક્કી કરેલા રૂપિયા છોકરા પક્ષવાળાઓ નહીં આપતા પાંચ દિવસ પહેલા ફરિયાદીના ભાઈએ છોકરાપક્ષ વાળાને પકડીને તેમના ઘરે બેસાડી દીધા હતા, જે અંગે તા.૧૭.૧૧.૨૦૨૧ ના રોજ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશન માંથી આરોપીનો ફરિયાદીના ભાઇ ઉપર ફોન આવેલો અને છોકરાને હાજર કરવા જણાવ્યું હતુ. 

ફરિયાદી તથા ગામના બીજા માણસો છોકરાને લઇને દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેલા અને આરોપીને રૂબરૂ રજૂ કરેલો અને સમાધાન કરીને છોકરા પક્ષવાળાએ છોકરી પક્ષને રૂપિયા 1 લાખ દાવા પેટે આપવાના બાકી હતા તે આપ્યાં હતા, જેથી આરોપી એએસઆઇએ ફરિયાદીને તમારો નિકાલ કરી આપેલ છે તો મને રૂપિયા 20 હજાર આપવા પડશે તેમ જણાવેલ, ફરિયાદીએ વત્તા ઓછું કરવા કહેતા રૂપિયા 10 હજાર નક્કિ કર્યા હતા, જે લાંચની રકમ ફરિયાદી આરોપી પોલીસ કર્મીને આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીએ છટકાનું આયોજન કર્યું હતુ, જેમાં એએસઆઇ ફરિયાદી રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાઇ ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch