Sun,17 November 2024,5:18 am
Print
header

દાહોદઃ ખેતરમાંથી ગાંજાના છોડી મળી આવ્યાં, અંદાજે 2 કરોડ રૂપિયાનો ગાંજો કરાયો જપ્ત

નશાની ખેતી, આરોપીની ધરપકડ કરી લેવાઇ 

દાહોદઃ બોર્ડર વિસ્તાર પર ગાંજાની ખેતી પોલીસે ઝડપી પાડી છે. દાહોદના સીંગવડ તાલુકાના અગારા હાંડી ગામેથી દાહોદ LCB, SOG સહિતની ટીમે 3 ખેતરમાંથી અંદાજે 2 કરોડ 74 લાખ રૂપિયાની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો છે, ખેતરના માલિક હિમંત જોખનાભાઈ મછાર, સરતન શાંતુભાઈ મછાર પોલીસને આવતી જોઈને ભાગી ગયા હતા, વિક્રમ નારસીંગભાઈ મછારની ધરપકડ કરી લેવાઇ છે, પોલીસે તમામ વિરૂદ્ધ NDPS, ACT હેઠળ ગુનો નોંધી બન્ને ફરાર આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી છે.

દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના અગારા હાંડી ગામે પોલીસે બાતમીને આધારે દરોડા કર્યાં હતા. હાંડી ગામના મછાર ફળીયામાં રહેતા વિક્રમ નારસીંગ મછારે ખેતરમાં ગાંજાની ખેતી કરી હતી. પોલીસે ખેતરમાં તપાસ કરતા હિમંત જોખના મછાર અને સરતન ભાઈ શાંતુભાઈ મછારના ખેતરમાં પણ ગાંજાના લીલા છોડ મળી આવ્યાં હતા.  પોલીસને 3 ખેતરમાં ઉગાડેલા 2318 છોડ જેનુ વજન 2745 કિલો થાય છે. જેની અંદાજે કુલ કિંમત 2 કરોડ 74 લાખ થાય છે. પોલીસે હાલમાં આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch