Sun,17 November 2024,4:31 pm
Print
header

ઝાલોદઃ જેઠની મદદથી પ્રથમ પત્નીએ બીજી પત્નીનું કરાવ્યું અપહરણ

પ્રથમ પત્નીને સંતાનમાં ચાર દીકરીઓ થતા એસઆરપીમાં ફરજ બજાવતા પતિએ બીજા લગ્ન કર્યાં હતા

બીજી પત્નીને પ્રથમ સંતાનમાં પુત્ર થયા બાદ અન્ય સંતાનમાં પુત્ર થશે તેવા ડરથી અપહરણ કરાવ્યું

ખુદ આરોપી મહિલાએ જ પોલીસને ગેરમાર્ગે દોરવા પોલીસમાં તેની શૌતન લાપત્તા થઇ હોવાની અરજી દાખલ કરી

દાહોદઃ ઝાલોદ તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એસઆરપી જવાનની પ્રથમ પત્નીએ તેની શૌતન એટલે કે તેના પતિની બીજી પત્નીનું અપહરણ કરાવ્યાંની ઘટના બની છે. પ્રથમ પત્નીએ સંતાનોમાં ચાર દીકરીઓને જ જન્મ આપતા તેણે દિકરાની લાલચે બીજા લગ્ન કર્યાં હતા. જેમાં બીજી પત્નીને સંતાનમાં પુત્ર થતા પતિ પ્રથમ પત્ની સાથે ઓછો સંબંધ રાખતો હતો. આ બાબતની દાઝ રાખીને એસઆરપી જવાનની પ્રથમ પત્નીએ તેના જેઠ સાથે મળીને તેની શૌતનનું અપહરણ કરાવ્યું હતું. 

આ સમગ્ર ઘટનાની ચોંકાવાનારી વિગતો એવી છે કે ઝાલોદમા રહેતી ગીતા નામની મહિલા લીંમડી પોલીસ સ્ટેશન ખાતે આવી હતી તેણે અરજી આપી હતી કે તેનો પતિ પંકજ એસઆરપીમાં દિલ્હી ખાતે નોકરી કરે છે. પંકજની બીજી પત્ની લીમડી ખાતે મેડીકલ ચેકઅપ માટે અને તેના પતિના બેંક એકાઉન્ટમાં નાણાં જમા કરાવવા નીકળ્યાં બાદ પરત નથી આવી. જો કે પોલીસ ગુમ થવાની અરજીને આધારે કોઇ પુરાવા ન મળતા ગીતા જ શંકાના ઘેરાવામાં આવી હતી અલગ ઢબે પુછપરછ કરતા તે ભાંગી પડી હતી. કબુલાત કરી હતી કે મારા લગ્ન પંકજ સાથે થયા હતા લગ્ન જીવન દરમિયાન ચાર સંતાનોમાં દીકરીઓ જ હતી. જેથી પંકજે પુત્ર પ્રાપ્તિની લાલચમાં રીના સાથે લગ્ન કર્યા હતા. રીનાના પ્રથમ સંતાનમાં પુત્ર થતા પંકજ ગીતા તરફ ધ્યાન આપતો નહોતો. ગીતાને ડર હતો કે હવે ફરીથી રીનાને પુત્રનો જન્મ થશે તો તેને પંકજ સાવ બેધ્યાન કરશે. જેથી તેણે તેના જેઠ સાથે મળીને સમગ્ર યોજના ઘડી હતી. તેના જેઠ રાજુ સાથે મળીને  મધ્યપ્રદેશમાં રહેતા બે લોકોની મદદથી રીનાનું અપહરણ કરાવ્યું હતું. આ અંગે પોલીસે ગીતા અને રાજુ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરીને રીનાને છોડાવવાની તજવીજ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch