Sun,17 November 2024,11:22 am
Print
header

જરા તો શરમ કરો.. દાહોદમાં રસ્તા પર મહિલાને ઢસડીને લાકડીથી ઢોર માર મારવામાં આવ્યો

મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યાં છે અગાઉ પણ બન્યાં છે અનેક બનાવો 

દાહોદઃ રાજ્યમાં છેલ્લા થોડા સમયથી મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ વધી રહી છે દાહોદના એક ગામમાં એક મહિલાને રસ્તા પર ઢસડીને તેને લાકડીથી ઢોર માર મારવામાં આવ્યો છે અને લોકો અહી તમાશો જોઇ રહ્યાં હતા, આ દ્રશ્યો જોનાર કોઇ પણ વ્યક્તિ બોલી ઉઠશે કે ગુજરાતમાં આ શું થઇ રહ્યું છે ? 

ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામની આ ઘટના છે જેમાં ચાર શખ્સોએ પોતાના જ પરિવારની મહિલાને ઢસેડી હતી અને ઢોર માર માર્યો હતો. તેના કપડા પણ ફાડી નાખ્યાં હતા. પીડિત મહિલાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે. દિતા સકુડા બળવાઈ, પંકજ છગન બળવાઈ, પારુ મકા વળવાઈ અને રમણ જેતા વળવાઈની ધરપકડ કરાઇ છે. છેલ્લા ઘણા સમયથી બે પરિવારો વચ્ચે ઝઘડો ચાલે છે જેમાં આરોપીઓએ મહિલાને કહ્યું હતુ કે તુ કેમ આપણા દુશ્મન ભાભોર કુટુંબની મહિલાઓ સાથે વાતો કરે છે બાદમાં તેને માર માર્યો હતો. અગાઉ પણ દાહોદમાં આવી ઘટનાઓ બની ચુકી છે ત્યારે વારંવાર આવા બનાવ સામે આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉભા થઇ રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch