Sun,17 November 2024,7:02 am
Print
header

મોટો વિવાદ શરૂ, ડાકોર રણછોડરાયજી મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત મહિલાઓ કરશે પૂજા ?

મહિલાઓ મંદિરમાં પૂજા કરવા પહોંચતા દરવાજા બંધ કરી દેવાયા 

ડાકોરઃ ડાકોરનું રણછોડરાય મંદિર ચર્ચામાં આવ્યું છે. મહિલાઓ દ્વારા રણછોડરાયની સેવા પૂજાની માંગ કરવામાં આવતાં વિવાદ છેડાયો છે. થોડા સમય પહેલા મહિલાએ ઠાકોરજીને ઝૂલાવતાં પણ વિવાદ થયો હતો. ભગવતીબેન તથા ઈન્દિરાબેન નામની બે બહેનોએ મંદિરમાં રણછોડરાયની પૂજા કરવાની  માંગ કરી છે. તેમના પર હુમલો થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરીને પોલીસ પ્રોટેક્શનની માંગ કરી છે. મંદિર ટ્રસ્ટના કહેવા મુજબ 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા કરી નથી. ટ્રસ્ટે બન્ને બહેનો પાસે કોર્ટ દ્વારા કોઈ સ્પષ્ટ આદેશ અપાયો હોય તો લઈને આવવા જણાવાયું છે. 

આ બંને બહેનોના પિતા મંદિરમાં પૂજારી હતા. તેમના અવસાન બાદ વારાદારીના સીધી લીટીના વારસદાર તરીકે તેમનો હક હોવાની વાત કરીને પૂજા કરવા દેવા માંગ કરી છે. મહિલાઓ મંદિરમાં પૂજા કરવા પહોંચતા દરવાજા બંધ કરી દેવાયા હતા અને પોલીસે અહીં સુરક્ષા પણ વધારી દીધી છે. ત્યારે હવે આ મામલે મોટો વિવાદ શરૂ થયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch