Mon,18 November 2024,3:05 am
Print
header

દમણ જતાં પહેલા વાંચી લો આ સમાચાર, નહીંતર..

દમણઃ દેશમાં કોરોનાનું સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યું છે. જેને લઈને અનેક રાજ્યોમાં રાત્રિ કર્ફ્યૂ જાહેર કરાયો છે. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રમાં કોરોના પર કાબુ મેળવવા વિકેન્ડ લોકડાઉનની જાહેરાત થઈ છે. દરમિયાન સંઘ પ્રદેશ દમણમાં રાત્રીના 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. આ અંગે પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન ન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કર્ફ્યૂ દરમિયાન જરૂરી ચીજ વસ્તુઓ અને મેડિકલ સેવાઓ ચાલુ રહેશે. જે કર્મચારીઓ કંપનીમાં કામ કરતા હોય તેમને છૂટ આપવામાં આવશે પણ આઈકાર્ડ સાથે રાખવું પડશે. જો કોઈ કર્મચારી આઈકાર્ડ વગર પકડાશે તો તેની સામે પણ કાર્યવાહી કરાશે અને શનિવાર તથા રવિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે.

ગુજરાતમાં ગઈકાલે રેકોર્ડબ્રેક 3160 કેસ નોંધાયા હતા. જ્યારે 15નાં મૃત્યુ થયા હતા. રાજ્યમાં હવે કોરોનાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યુ છે ત્યારે અન્ય રાજ્યનો કોઈ સંક્રમિત વ્યક્તિ દમણમાં જઈને ચેપ ન ફેલાવે તે માટે અગમચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch