Mon,18 November 2024,6:02 am
Print
header

દાનહ દુષ્કર્મ કેસ, આરોપી બાળકીને માતાની સામેથી હાથ પકડી ખેંચી ગયો હતો, ઘરની કડી મારીને દુષ્કર્મ બાદ હત્યા કરી દીધી

એક સાથે પિતા-દીકરીની અંતિમયાત્રા નીકળતા આખી સોસાયટી હિબકે ચડી

સિલવાસાઃ દાનહના નરોલી વિસ્તારમાં ચાર વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાથી સનસની મચી ગઇ છે. સોસાયટીમાં રહેતા પરિવારની માત્ર ચાર વર્ષની માસૂમ બાળકી સાથે બનેલી ઘટનાને પગલે તેના પિતાએ પણ આઘાતમાં એસિડ પીને જીવન ટૂંકાવી દીધું છે.ચાર વર્ષની બાળકી તેની એક બહેનપણી સાથે નીચે પેસેજમાં રમતી હતી ત્યારે આરોપી સંતોષે નજર બગાડી હતી. બહેનપણી અને તેમની માતાની નજર સામે જ હેવાન સંતોષે બાળકીનો હાથ પકડીને તેના રૂમમાં ખેંચી ગયો હતો.બાળકીએ હેવાનના હાથમાંથી છૂટવા કોશિશ કરતી હતી જેમાં તે નીચે પટકાઇ હતી. બાળકીના શરીરમાંથી લોહી નીકળતું હતું છતાં દયા રાખ્યા વિના નરાધમ બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો અને ઘરના દરવાજાની કડી બંધ કરી દીધી હતી.જેથી માસૂમનો અવાજ અન્ય કોઇ સુધી પહોંચે નહીં.

બિલ્ડિંગમાં રહેતો આરોપી મૂળ ઝારખંડના ધનબાદ જિલ્લાનો છે. સંતોષ રજત તેના એક રૂમ પાર્ટનર સાથે બે વર્ષથી અહીં રહેતો હતો.બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ  આરોપી યુવકે હત્યા કરીને લાશને એક થેલીમાં ભરી દીધી હતી.પોલીસ અને સોસાયટીના રહીશો તેની રૂમમાં શોધવા માટે ગયા હતા પરંતુ આરોપીએ લાશ ભરેલી થેલી બાથરૂમની બારીમાંથી બહાર ફેંકી દીધી હતી.પોલીસે શંકાના આધારે સર્ચ ઓપરેશન કરતાં લાશ ભરેલી થેલી મળી હતી જેથી આરોપી સંતોષની સેલવાસ પોલીસે ધરપકડ કરી છે. 

બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે લઇ જતા પિતાએ એબ્યુલન્સ પાછળ દોટ મુકી હતી, રસ્તામાં આવતી દુકાનોની બહાર મુકેલા એસિડ ફિનાઈલમાંથી એમણે એસિડની બોટલ લઈ એસિડ પી લીધું હતું. એસિડ પીધું હોવાથી પિતાના એક મિત્રએ 108 બોલાવી હતી. બાળકીના પિતાના છેલ્લા શબ્દો હતા મને બચાવી લો. જો કે આઘાતમાં એસિડ પીનારા પિતાનું  પણ સારવાર દરમિયાન મોત થઇ ગયું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch