Sat,16 November 2024,4:15 pm
Print
header

કિશન ભરવાડ હત્યા કેસમાં બે આરોપીઓ ઝડપાયા, માલધારી સમાજ હજુ પણ ગુસ્સામાં- Gujarat Post

ધંધુકાઃ કિશન ભરવાડ નામના માલધારી યુવકની હત્યા કરી નાખ્યાં બાદ ધંધુકામાં ભરેલા અગ્નિ જેવી સ્થિતી છે, આ મામલે પોલીસે બે લોકોની અટકાયત કરી લીધી છે, બીજી બાજુ મૃતકનો પરિવાર અને માલધારી સમાજ રોષે ભરાયેલો છે, આ કેસ પર રાજ્ય પોલીસ વડા અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી નજર રાખી રહ્યાં છે, પરિવારના સાંત્વના આપતા કહ્યું છે કે મૃતકના પરિવારજનોને ન્યાય મળીને જ રહેશે.

ધોળે દિવસે યુવકની તેના ઘરની બહાર જ ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવ્યાં બાદ સાણંદના PI આર.જી ખાંટને ધંધૂકા મૂકાયા છે અને સ્થાનિક પીઆઈ સી.બી.ચૌહાણને હટાવી દેવાયા છે. બીજી તરફ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળે પણ ન્યાયની માંગ સાથે ધંધુકા બંધનું એલાન કર્યું હતુ. સ્થિતી વધુ વણસે નહીં તે માટે પોલીસદળો પણ પેટ્રોલિંગ કરી રહ્યાં છે.

મૃતક કિશનના પરિવારજનો અને માલધારી સમાજે આરોપીઓને કડકમાં કડક સજાની માંગ કરી છે, બીજી તરફ પોલીસ પણ સક્રિય છે અને લોકોને શાંતિ રાખવા અપીલ કરવામાં આવી છે.

નોંધનિય છે કે મૃતકે કિશન ભરવાડે થોડા દિવસ પહેલા શોશિયલ મીડિયા પર ધર્મ વિરૂદ્ધ વિવાદિત પોસ્ટ કરી હતી, જેથી તેની હત્યા કરી નાખવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch