Sat,16 November 2024,4:21 am
Print
header

અમદાવાદના આ મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિકમાંથી નીકળી મરેલી ગરોળી, ગ્રાહકે સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ- Gujarat Post

(સોશિયલ મીડિયામાંથી લીધેલો સ્ક્રીનશોટ)

મેનેજરને ફરિયાદ કરવાં છંતા કોઈ પગલાં ન લીધા

ફરિયાદ બાદ યુવકે લડી લેવાની બતાવી તૈયારી

અમદાવાદઃ મેકડોનાલ્ડમાં ખાવા જતા શોખીનો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. સાયન્સ સિટી રોડ પર આવેલા મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંકમાંથી મરેલી ગરોળી નીકળતાં ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. આ અંગે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

સાયન્સ સિટી રોડ પરના મેકડોનાલ્ડમાં ભાર્ગવ જોષી અને તેમના મિત્ર નાસ્તો કરવા ગયા હતા. તેમણે આપેલા ઓર્ડરમાંથી કોકા કોલાની અંદર મરેલી ગરોળી નીકળતાં તેઓ ચોંકી ગયા હતા. તેમણે કહ્યું મેં મંગાવેલા કોલ્ડ ડ્રિંકના એક-બે ઘૂંટ પીધા બાદ મેં સ્ટ્રો વડે હલાવતાં જ તળીયે રહેલી ગરોળી ઉપર આવી ગઈ હતી.મરેલી ગરોળી દેખાતાં આ અંગે કાઉન્ટર પર જઈને ફરિયાદ કરી તો ત્યાં મને રિફન્ડ લઈ લેવા માટે જણાવ્યું હતું અને આ બેદરકારી બદલ કોઇ કાર્યવાહી પણ કરાઇ ન હતી, જેથી હવે આ મામલે હું આગળ પણ લડત આપતો રહીશ, ત્યારે તમે પણ જો બહારના ખાવાના શોખિન છો તો તમારે પણ સાવચેત રહેવું જોઇએ.  

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch