Fri,01 November 2024,1:04 pm
Print
header

દહેગામઃ કોંગ્રેસ પર કામિનીબા રાઠોડના ગંભીર આક્ષેપ, ટિકિટ માટે પાર્ટીએ રૂ.1 કરોડ માંગ્યા હતા- Gujarat Post News

દહેગામઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતાએ જ પોતાની પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યાં છે. કામિનીબા રાઠોડે આક્ષેપ કરતા કહ્યું કે ટિકિટ માટે મારી પાસે 1 કરોડ રૂપિયાની માંગ કરાઈ હતી. બાદમાં 50 લાખ રૂપિયામાં ટિકિટ આપવાનું નક્કિ કરાયું હતુ. પરંતુ હું પાર્ટીની પૈસાની માંગ પૂરી ન કરી શકતા આ બેઠક અન્ય ઉમેદવારને એક કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવી છે. 

કામિનીબા રાઠોડની એક ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. જેમાં કામિનીબા, ભાવિન અને એક રાજસ્થાનના વ્યક્તિ સાથે વાત કરી રહ્યાં છે. આ કથિત ઓડિયો ક્લીપમાં કામિનીબા 50 લાખ રૂપિયા આપવા તૈયાર થયા હોવાનો  ઉલ્લેખ છે. 

તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, જગદીશ ઠાકોરે ચીમકી આપી હતી કે જો પાર્ટી કામિનીબાને ટિકિટ આપશે તો તેઓ પોતાના પદેથી રાજીનામું આપી દેશે. જેને કારણે મને ટિકિટ આપવામાં આવી નથી. મેં કોંગ્રેસ પાર્ટી સાથે કોઈ જ ગદ્દારી કરી નથી. દહેગામ વિધાનસભા બેઠક પર વખતસિંહ ચૌહાણને ટિકિટ આપતા કોંગ્રેસના કાર્યકરો સહિત કામિનીબા નારાજ છે. તેમના સમર્થકો કાર્યાલય ખાતે એકઠા થયા હતા અને જગદીશ ઠાકોર સામે ટિકિટનો વેપાર કરવાના આક્ષેપો લગાવાયા છે.હવે આ બેઠક પર કોંગ્રેસમાં ભાગલા પડી જતા તેનો સીધો ફાયદો ભાજપને થશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch