Fri,15 November 2024,3:17 pm
Print
header

દિલ્હીના અક્ષરધામનો અહેસાસ અમદાવાદના પ્રમુખસ્વામી નગરમાં કરી શકશો, આ છે વિશેષતાઓ - Gujarat Post

દિલ્હીમાં આવેલું છે સૌથી મોટું અક્ષરધામ મંદિર 

દિલ્હીના અક્ષરધામનો અહેસાસ શહેરીજનો અમદાવાદમાં જ કરી રહ્યાં છે.

અમદાવાદઃ ઓગણજમાં 600 એકર જમીનમાં પ્રમુખસ્વામી નગર બનાવવામાં આવ્યું છે. અહીં પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવને ધ્યાનમાં રાખીને વિવિધ આકર્ષણો ઉભા કરાયા  છે. તેમાં દિલ્હીના અક્ષરધામનો અહેસાસ અમદાવાદના પ્રમુખસ્વામી નગરમાં લોકો કરી રહ્યાં છે. અક્ષરધામ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવમાં સંતો અને હજારો સ્વયંસેવકો દ્વારા આ તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદના પરિસરમાં ભવ્ય અધિકૃત સ્વામી શતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. જ્યાં દરરોજ હજારો ભાવિકો અક્ષરધામના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે.

દિલ્હીમાં વિશ્વનું સૌથી મોટું અક્ષરધામ મંદિર છે, જેનો  અહેસાસ લોકો અમદાવાદમાં જ કરી રહ્યાં છે. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ દરમિયાન ભક્તોને આ અનોખો લાભ મળે તે હેતુથી અક્ષરધામ મંદિરની રચના કરવામાં આવી છે. 

પ્રમુખસ્વામી ઉત્સવમાં બનેલા અક્ષરધામ મંદિરની વિશેષતા પર નજર કરીએ તો તેની ઉંચાઈ 67 ફૂટ છે. જેમાં 5 વિશાળ ડોમ લગાવવામાં આવ્યાં છે. જે અંતર્ગત દેવી-દેવતાઓના દિવ્ય સ્વરૂપોના દર્શન કરી શકાય છે. મંદિરના મંડોવર અને સ્તંભોમાં ભગવાન ગણેશના અલગ અલગ દર્શન કરી શકાશે. જ્યારે 104 મુનિઓની કલાત્મક મૂર્તિઓ પણ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. 

એક મહિના દરમિયાન ચાલનાર ઉત્સવ પૂર્ણ થયા બાદ તેનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ વિસર્જન કરવામાં આવશે.આ ઉત્સવના સ્થળે કુલ 7 પ્રવેશદ્વાર છે જેમાંથી સૌથી કલાત્મક પ્રવેશ દ્વાર સંતદ્વારના મુખ્ય પ્રવેશ દ્વાર તરીકે 380 ફૂટ પહોળો પ્રવેશદ્વાર છે. ઘણી કલાકૃતિઓ અને વિશેષ લાઇટિંગથી શણગારેલ છે. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch