સેન્ટ્રલ પાર્ક બે દિવસ માટે બંધ, ટ્રાફિક એડવાઇઝરી જાહેર
અભિજીત દિપકેનો દિલ્હી પોલીસ પર નવો આરોપ
યાત્રા પહેલા જ સાંજે દિપકેની પોલીસે કરી અટકાયત
નવી દિલ્હીઃ રાજધાનીના રસ્તાઓ પર આજે ફરી એક વખત કોકરોચ જનતા પાર્ટી ઉતરશે. સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ધરપકડના વિરોધમાં CJPના સ્થાપક અભિજીત દિપકેએ આજે સાંજે 5 વાગ્યે 'તિરંગા માર્ચ'નું એલાન કર્યું છે. આ પ્રદર્શનને આમ આદમી પાર્ટી તેમજ ડાબેરી વિદ્યાર્થી સંગઠનો AISA અને SFI નું પણ સમર્થન મળી રહ્યું છે. તિરંગા માર્ચના એલાન બાદ કનોટ પ્લેસની આસપાસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દિલ્હી ટ્રાફિક પોલીસે ટ્રાફિક એડવાઇઝરી પણ જાહેર કરી છે.















