Sat,21 September 2024,3:17 am
Print
header

મની લોન્ડરિંગ કેસઃ ઈન્કમટેક્સે મોટા 4 ગ્રુપો પર પાડ્યાં દરોડા, કરોડો રૂપિયા મળી આવ્યાં

ઇડી પણ કરશે આ કેસની ઉંડી તપાસ

કરોડો રૂપિયાની રોકડ મળી આવી

નવી દિલ્હીઃ આવકવેરા વિભાગે મની લોન્ડરિંગ કેસને લઈને દિલ્હી NCRમાં મોટા ગ્રુપો પર દરોડા પાડ્યાં છે. આ દરોડા 15 સપ્ટેમ્બરે પાડવામાં આવ્યાં હતા, જેની કામગીરી 4 દિવસ સુધી ચાલુ હતી. આવકવેરા વિભાગે ગુરુગ્રામ, દિલ્હી, રેવાડી, નારનૌલ અને મહેન્દ્રગઢમાં લગભગ 30 સ્થળોએ દરોડા પાડ્યાં હતા. ઈન્કમટેક્સે સર્ચ ઓપરેશન દરમિયાન કરોડો રૂપિયાની જ્વેલરી અને રોકડ સહિત અનેક દસ્તાવેજો જપ્ત કર્યાં છે.

કરોડો રૂપિયા અને મહત્વના ઘણા દસ્તાવેજો જપ્ત

આવકવેરા વિભાગના ગુરુગ્રામ ઝોને દિલ્હી-એનસીઆરમાં આરઓએફ ગ્રુપ, ઓઆરઆઈએસ ગ્રુપ, પાયોનિયર બિલ્ડર્સ ગ્રુપ અને આરપીએસ એજ્યુકેશન સોસાયટી નામના 4 મોટા બિલ્ડર ગ્રુપો અને એજ્યુકેશન સોસાયટીઓ વિરુદ્ધ 4 દિવસથી સર્ચ ઓપરેશન ચલાવ્યું છે. ઈન્કમટેક્સ ટીમે સર્ચ ઓપરેશન દરમિયાન 10 કરોડ રૂપિયાની જ્વેલરી, 4 કરોડ રૂપિયાની રોકડ સહિત અનેક દસ્તાવેજો જપ્ત કર્યાં છે.

સર્ચ ઓપરેશન 4 દિવસ સુધી ચાલ્યું

4 દિવસ સુધી ચાલેલા દરોડામાં ઈન્કમ ટેક્સની ટીમ આજે 19 સપ્ટેમ્બર સર્ચ લોકેશન પરથી રવાના થઈ હતી, જે દરમિયાન ટીમે ઘણા દસ્તાવેજો જપ્ત કર્યાં હતા. આવકવેરા તપાસકર્તાઓ દ્વારા સર્ચ ઓપરેશન દરમિયાન આ બિલ્ડર ગ્રુપોના માલિકો પાસેથી રૂ. 10 કરોડની જ્વેલરી, રૂ. 4 કરોડની રોકડ અને મોટી રકમના બેન્કિંગ વ્યવહારો, એકાઉન્ટિંગ ડાયરીઓ, ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવ્યાં હતા.

ઘણા બિલ્ડરોની મિલકતોમાં રોકાણ

આ સર્ચ ઓપરેશન દરમિયાન ઘણા દસ્તાવેજો અને પુરાવાઓ મળ્યાં છે. જેને જોતા એવું લાગે છે કે આરપીએસ એજ્યુકેશન સોસાયટીને મળેલી ડોનેશનની રકમ ઘણા બિલ્ડરોની પ્રોપર્ટીમાં રોકાણ કરવામાં આવી હતી અને આ એક મની લોન્ડરિંગ કેસ પણ બન્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch