Sat,21 September 2024,12:58 am
Print
header

દિલ્હીમાં જ્વેલરીના શો રૂમમાં રૂપિયા 25 કરોડનું સોનું અને હિરાની ચોરી, બદમાશો છત કાપીને ઘૂસ્યા હતા

નવી દિલ્હીઃ જંગપુરામાં જ્વેલર્સના શોરૂમમાં કરોડો રૂપિયાના દાગીના અને હીરાની ચોરીની ઘટના સામે આવી છે. શોરૂમના માલિકોના જણાવ્યાં અનુસાર, ચોરોએ દુકાનમાં રાખેલા અંદાજે 25 કરોડ રૂપિયાના હીરા અને સોનાના દાગીના લઈને ફરાર થઇ ગયા હતા.જંગપુરામાં જે શોરૂમમાં ચોરોએ હાથ સાફ કર્યો છે તે ઉમરાવ સિંહ અને મહાવીર પ્રસાદ જૈનનો શોરૂમ છે.

શોરૂમના માલિકે જણાવ્યું કે દુકાનમાં 25 કરોડ રૂપિયાના હીરા અને સોનાના દાગીના રાખવામાં આવ્યાં હતા. સોમવારે જંગપુરા બજાર બંધ રહે છે. આથી રવિવારે શોરૂમ બંધ કર્યાં બાદ મંગળવારે જ્યારે તે તેમના શોરૂમ પર પહોંચ્યાં ત્યારે શોરૂમ ખાલી જોઈને તે ચોંકી ગયા હતા.શોરૂમમાં રાખેલી જ્વેલરી ગાયબ હતી. ત્યારબાદ તેમને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આ ચોર છત દ્વારા દુકાનમાં પ્રવેશ્યાં હતા.

સ્ટ્રોંગ રૂમની દિવાલ કાપીને ચોરો પ્રવેશ્યા હતા

જંગપુરા માર્કેટની આ બિલ્ડીંગમાં ઘણી દુકાનો છે, તે શોરૂમની બાજુમાં સીડી પણ છે. જ્યાંથી ચોરોએ દુકાનમાં પ્રવેશવા માટે છત કાપી નાખી હતી. કપાયેલી છતની એક વીડિયો ક્લિપ સામે આવી છે, જેમાં જોઈ શકાય છે કે આ ચોરો નાની જગ્યા કાપીને દુકાનમાં ઘૂસ્યાં હતા. જો કે હજુ સુધી આ ઘટનાના કોઈ પાક્કા CCTV ફૂટેજ સામે આવ્યાં નથી.

તમામ હીરા અને સોનાના દાગીના ગાયબ

ચોરોએ સોના અને હીરાના તમામ દાગીના ચોરી લીધા છે. પરંતુ કેટલાક ચાંદીના દાગીના બાકી છે. રવિવારે રાત્રે લગભગ 8.30 વાગ્યે શોરૂમના માલિક બંધ કરીને ગયા હતા. પોલીસનું માનવું છે કે આ ચોરી રવિવારે રાત્રે જ થઈ હતી.

છતના મુખ્ય દરવાજાનું તાળું તુટી ગયું હતું

જ્યારે ચોર પહેલા અહીં પહોંચ્યાં તો તેમણે દુકાનની બહાર લગાવેલ સુરક્ષા એલર્ટ તોડી નાખ્યું. તે પછી તે બિલ્ડીંગના ત્રીજા માળે પહોંચ્યો હતા, જ્યાંથી તેમણે છતનો મુખ્ય ગેટ તોડી નાખ્યો હતો અને પછી લિવિંગ રૂમમાંથી નીચે આવ્યાં હતા અને સ્ટ્રોંગ રૂમની દિવાલ તોડીને અંદર પ્રવેશ્યા હતા. પોલીસ આ માર્કેટમાં લાગેલા તમામ સીસીટીવી ફૂટેજને સ્કેન કરી રહી છે. ચોર અહીં કેવી રીતે પહોંચ્યા, શું તેઓએ રેકી કરી હતી આ તમામ સવાલોના જવાબ પોલીસ શોધી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch