Sat,16 November 2024,6:06 am
Print
header

દિલ્હી: JNUમાં નોન-વેજ ફૂડ પર હંગામો, રામ નવમીના દિવસે ABVP સાથે થયેલી હિંસક અથડામણમાં AISAએ લગાવ્યો આ આરોપ- Gujarat Post

નવી દિલ્હી:જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં રવિવારે વિદ્યાર્થી સંગઠન ABVP અને ડાબેરી કાર્યકરો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી.હિંસક અથડામણમાં બંને પક્ષના કેટલાય કાર્યકરો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ એસોસિએશન (AISA) એ આ મામલે એક પ્રેસ નોટ બહાર પાડી છે. જેમાં એવું કહેવાય છે કે જેએનયુના વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ABVPએ JNUની કાવેરી હોસ્ટેલમાં નોન-વેજ ફૂડ બળજબરીથી બંધ કરી દીધું હતું. એબીવીપીનો આરોપ છે કે તેમને રામ નવમીના અવસર પર પૂજા કરતા રોકવામાં આવ્યાં હતા.

આરોપ છે કે એબીવીપીના કાર્યકર્તાઓએ સવારથી જ જેએનયુની કાવેરી હોસ્ટેલમાં ચિકનને બળજબરીથી બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો, માંસાહારીઓને ચિકન અને શાકાહારીઓને પનીર પીરસવું એ જેએનયુમાં રવિવારના હોસ્ટેલ મેસ શેડ્યૂલનો એક ભાગ છે. AISAએ કહ્યું કે JNU એક કેન્દ્રીય યુનિવર્સિટી છે, જ્યાં દેશભરમાંથી અનેક સમુદાયોના વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. અહીં તમામ વિદ્યાર્થીઓ એક જ વાસણમાં પોતાની પસંદગીનું ભોજન ખાય છે.પરંતુ 2 વર્ષ બાદ ફરી જ્યારે કેમ્પસ ખુલ્લુ મુકાયું છે. તેથી એબીવીપી તેની સમગ્ર ગુંડાગીરી વિદ્યાર્થીઓ પર લાદી રહી છે.

AISA અનુસાર જેએનયુની કાવેરી હોસ્ટેલ મેસમાં રાત્રિ ભોજનની તૈયારીઓ શરૂ થઈ ત્યારે એબીવીપીના ગુંડાઓ ચિકન ફૂડ બંધ કરતા જોવા મળ્યાં હતા. સામાન્ય વિદ્યાર્થીઓએ એબીવીપીના નેતૃત્વમાં ફૂડ ફાંસીવાદનો વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે સત્તાના નશામાં ધૂત રવિ કુમાર, પ્રફુલ્લ, વિજય અને રાજ જેવા એબીવીપીના વિદ્યાર્થીઓએ સામે હિંસક હુમલો કર્યો હતો.

AISAએ જણાવ્યું કે કામરેડ અખ્તરિસ્તા અંસારી, મધુરિમા કુંડુ અને એન સાઈ બાલાજી ગંભીર રીતે ઘાયલ થયા છે.કામરેજ અખ્તરિસ્તાને માથામાં ગંભીર ઈજા થઈ છે. પોતાની પસંદગીનું ભોજન લેવો એ દરેક નાગરિકનો બંધારણીય અધિકાર છે.

આ હિંસામાં એક વિદ્યાર્થીની ગંભીર રીતે ઘાયલ થઈ છે. સોશિયલ મીડિયા પર દેખાઈ રહેલી તેની તસવીરમાં તેના કપાળ પર લોહી જોવા મળે છે. વિદ્યાર્થીઓનો આરોપ છે કે ABVPએ હુમલો કરવા માટે પથ્થરમારો કર્યો અને બોટલો ફેંકી હતી. આ સાથે જ ABVP મહાસચિવ નિધી ત્રિપાઠીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે કાવેરી હોસ્ટેલના મેસમાં ઈફ્તાર પાર્ટી ચાલી રહી હતી, રામનવમી પર આ લોકોને પૂજા દેખાતી નથી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch