Sat,16 November 2024,4:50 am
Print
header

દિલ્હીમાં 3 માળની બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ, 26 લોકોનાં મોત- Gujarat Post

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વ્યક્ત કર્યું દુખ 

પીએમ મોદીએ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યું 

નવી દિલ્હીઃ મુંડકા વિસ્તારમાં કોમર્શિયલ બિલ્ડીંગમાં ભીષણ આગ લાગતા અફરા તફડીનો માહોલ સર્જાયો છે.ભીષણ આગમાં 26 લોકોનાં મોત થઇ ગયા છે. હાલ ત્રીજા માળ પરથી બચી ગયેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. ઘણા લોકો બિલ્ડીંગમાં ફસાયા છે.બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવેલા 9 ઘાયલોને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મુંડકા વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં મૃત્યુઆંક વધી શકે છે. 

સાંજે 4.45 કલાકે ઓફિસમાં આગ લાગતા સ્થાનિક પોલીસ અને ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે બિલ્ડિંગની બારીઓ તોડીને લોકોને બહાર કાઢ્યા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યાં છે.આ ઇમારત ત્રણ માળની છે, તે કોમર્શિયલ બિલ્ડિંગ છે. આગની ઘટના બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી. કંપનીનો માલિક પોલીસ કસ્ટડીમાં છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે કામ કરી રહી છે. પીડિતોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. હજુ મોતનો આંકડો વધે તેવી શક્યતા છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch