Sat,21 September 2024,12:57 am
Print
header

દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં અનુભવાયો જોરદાર ભૂકંપ, 6.2 ની તીવ્રતાથી ધરતી ધ્રૂજી ઉઠી

નવી દિલ્હીઃ રાજધાનીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા, જેને કારણે  લોકોમાં ભયનો માહોલ દેખાયો હતો.દિલ્હી-એનસીઆર સહિત યુપીના અનેક જિલ્લાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર નેપાળ નજીક હોવાનું કહેવાય છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.2 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની અંદર 5 કિમી અંદર હતુ. ભૂકંપનો ડર એટલો હતો કે અલગ-અલગ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો ઘરની બહાર નીકળી આવ્યાં હતા

નેશનલ સિસ્મોલોજી સેન્ટર અનુસાર ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપનો પ્રથમ આંચકો બપોરે 2.25 કલાકે અનુભવાયો હતો,જેની તીવ્રતા 4.6 હતી. લગભગ અડધા કલાકની અંદર બીજો ભૂકંપ આવ્યો હતો,જેની તીવ્રતા 6.2 હતી.આ ભૂકંપનું કેન્દ્ર સપાટીથી 5 કિલોમીટરની ઉંડાઈએ હતું.

આ રાજ્યોમાં આંચકા

નેપાળમાં આવેલા આ ભૂકંપના આંચકા દિલ્હી NCR, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા પંજાબ અને રાજસ્થાનમાં અનુભવાયા હતા. જો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 થી વધુ હોય તો તેને આ ઘાતક સ્તરનો ભૂકંપ માનવામાં આવે છે. જો કે આ ભૂકંપને કારણે જાન-માલને કોઈ નુકસાન થયું નથી.

જાણો ભૂકંપ કેમ આવે છે ?

પૃથ્વીની ઉપરની સપાટી 7 ટેક્ટોનિક પ્લેટોથી બનેલી છે. જ્યાં પણ આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યાં ભૂકંપનો ભય રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજાના વિસ્તારમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે ત્યારે ધરતીકંપ આવે છે, પ્લેટો એકબીજા સામે ઘસાય છે, તેમાંથી ઉર્જા બહાર આવે છે અને તે ઘર્ષણને કારણે ઉપરની ધરતી ધ્રુજવા લાગે છે, ક્યારેક પૃથ્વી ફાટે ત્યાં સુધી. ક્યારેક અઠવાડિયા સુધી તો ક્યારેક મહિનાઓ સુધી. આ ઉર્જા સમયાંતરે બહાર આવે છે અને મોટા ધરતીકંપ આવતા રહે છે,તેને આફ્ટરશોક્સ કહેવામાં આવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch