Sat,16 November 2024,9:28 pm
Print
header

દિલ્હીમાં Omicron ના નવા 4 કેસ નોંધાતા ફફડાટ, દેશમાં કુલ 45 કેસ- Gujarat Post

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના કેસ વધીને 6 પર પહોંચ્યા છે. મંગળવારે 4 નવા કેસ સામે આવ્યાં છે. છ માંથી એક દર્દી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ચુક્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે હાલ 25 કોવિડ પોઝિટિવ દર્દીઓ અને 3 શંકાસ્પદ દિલ્હીની લોકનાયક જયપ્રકાશ નારાયણમાં એડમિટ છે.

દિલ્હીમાં નવા ચાર કેસ આવવાની સાથે હવે દેશમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 45 પર પહોંચી છે. સોમવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયંટથી પ્રભાવિત બે લોકો મળ્યાં હતા. બંને દુબઈથી આવ્યા હતા. ગઈકાલે સુરતના વરાછામાં પણ ઓમિક્રોનનો દર્દી મળ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યાં મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 5784 નવા કેસ નોંધાયા છે અને 252 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. 7995 લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 88,993 પર પહોંચી છે. દેશમાં સતત 17માં દિવસે કોરોનાના કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે. દેશમાં કોરોની  ડિસ્ચાર્જ થનારા લોકોની સંખ્યા 3 કરોડ 41 લાખ 38 હજાર 763 પર પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4 લાખ 75 હજાર 888 છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch