Fri,15 November 2024,6:01 pm
Print
header

શ્રદ્ધા મર્ડર કેસમાં મૃતકના મિત્રોએ કર્યો મોટો ઘટસ્ફોટ, જુલાઈમાં જ અનિચ્છનીય ઘટનાની હતી આશંકા- Gujarat Post News

નવી દિલ્હીઃ શ્રદ્ધા હત્યા કેસની પોલીસ તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યાં છે. આરોપી આફતાબે શ્રદ્ધાની ઘાતકી હત્યા કર્યાં બાદ તેના 35 ટુકડા કરીને તેને અલગ અલગ જગ્યાએ જંગલમાં ફેંકી દીધા હતા,છ મહિના પહેલા થયેલી હત્યાનો કેસ ઉકેલીને મેહરૌલી પોલીસે આફતાબની ધરપકડ કરી છે. હવે મહારાષ્ટ્રના શ્રદ્ધાના બે મિત્રોએ સનસનીખેજ ખુલાસા કર્યાં છે. 

પાલઘરમાં રહેતા શ્રદ્ધાના મિત્ર રજત શુક્લાએ જણાવ્યું કે, બંને 2018થી રિલેશનશિપમાં હતા. શરુઆતમાં બંને ખુશીથી રહેતા હતા, થોડા સમય બાદ શ્રદ્ધાએ જણાવ્યું હતું કે આફતાબ તેની સાથે મારપીટ કરે છે. તે તેને છોડી દેવા માંગતી હતી પરંતુ તે છોડી શકી નહીં. બાદમાં બંને નોકરી માટે દિલ્હી શિફ્ટ થઈ ગયા હતા. શ્રદ્ધાના અન્ય મિત્ર લક્ષ્મણે જણાવ્યું કે, હું જુલાઈથી શ્રદ્ધાને લઈને ચિંતિત હતો, કારણ કે મને તેના મેસેજનો કોઈ જવાબ મળી રહ્યો ન હતો. તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતો હતો. તેના અન્ય મિત્રોને તેના વિશે પૂછપરછ કર્યાં પછી મેં તેના ભાઈને જાણ કરી અને અમે પોલીસનો સંપર્ક કર્યો હતો. 

શ્રદ્ધાની હત્યાના આરોપમાં દિલ્હી પોલીસે મુંબઈ નિવાસી આફતાબ અમીન પૂનાવાલા (28)ની ધરપકડ કરી છે. મૃતકના પિતાની ફરિયાદને આધારે શનિવારે તેને પકડી પાડવામાં આવ્યો હતો. તેને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. શ્રદ્ધાના પિતા વિકાસ મદન વોકરે (59) 8 નવેમ્બરના રોજ દિલ્હીના મેહરૌલી પોલીસ સ્ટેશનમાં પુત્રીના અપહરણનો કેસ નોંધાવ્યો હતો. 

શ્રદ્ધાના પિતાએ પોલીસને માહિતી આપી હતી કે તે મહારાષ્ટ્રના પાલઘરમાં રહે છે. તેની 26 વર્ષીય પુત્રી શ્રદ્ધા મુંબઈના મલાડમાં એક કોલ સેન્ટરમાં કામ કરતી હતી, જ્યાં તેની મુલાકાત આફતાબ સાથે થઈ હતી.તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી. બાદમાં બંને લિવ-ઈનમાં રહેવા લાગ્યા હતા.પ્રેમસંબંધની જાણ પરિવારજનોને થતાં તેમણે વિરોધ કર્યો હતો.પછી બંને અચાનક મુંબઇ છોડીને દિલ્હીમાં રહેવા જતા રહ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch