Mon,18 November 2024,3:58 am
Print
header

દિલ્હીની આ જાણીતી કોલેજમાં ફાટ્યો કોરોનાનો રાફ્ડો, 13 વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં હડકંપ

ટ્રિપ કરીને પરત ફર્યાં બાદ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યાં 

નવી દિલ્હીઃ રાજધાનીમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યાં છે. પ્રતિષ્ઠિત સેન્ટ સ્ટીફન કોલેજ, દિલ્હી યુનિવર્સિટીના 13 વિદ્યાર્થીઓ અને બે સ્ટાફ સભ્યો કોરોના પોઝિટિવ આવતાં હડકંપ મચી ગયો છે. જે બાદ આગામી આદેશ સુધી કોલેજની તમામ ગતિવિધિ બંધ કરી દેવામાં આવી છે.

સેંટ સ્ટીફન કોલેજ વિદ્યાર્થીઓનું એક ગ્રુપ કોરોનાની ઝપેટમાં આવ્યું છે.જેમાં હોસ્ટલના વિદ્યાર્થીઓ પણ સામેલ છે આ ગ્રુપ ટ્રિપ પર ગયુ હતું.જ્યાંથી પરત ફર્યાં બાદ કેટલાકમાં કોરોના પોઝિટિવ આવ્યાં હતા. દિલ્હીમાં વધતા કોરોના કેસને લઈને મુખ્યમંત્રીએ શુક્રવારે એક ઇમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ કેજરીવાલે સ્પષ્ટતા કરી છે કે લોકડાઉન લગાવાવનો કોઈ વિચાર નથી જો ભવિષ્યમાં જરૂર પડી તો લોકો સાથે વાતચીત કરીને નિર્ણય લેવામાં આવશે.

કેબિનેટ સચવિ રાજીવ ગૌબાએ કોરોનાની સ્થિતિ પર શુક્રવારે તમામ રાજ્યોના મુખ્ય સચિવોની સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરી હતી. આ દરમિયાન ખાસ એ 11 રાજ્યોની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી જ્યાં સ્થિતિ વધારે ચિંતાજનક છે. આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી, કર્ણાટક, છત્તીસગઢ, કેરળ, ગુજરાત, મધ્ય પ્રદેશ, હરિયાણા, તમિલનાડુ અને ચંદીગઢ સામેલ છે. મહારાષ્ટ્રની સ્થિતિ પર વિશેષ ચિંતા વ્યક્ત કરવામાં આવી. 31 માર્ચ સુધીના આંકડા અનુસાર વિતેલા 14 દિવસમાં જ આ 11 રાજ્યોમાં કોરોનાના 90 ટકા કેસ આવ્યાં છે. જ્યારે કુલ 90.5 ટકા મોત પણ આ રાજ્યમાં જ થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch