Fri,15 November 2024,3:22 pm
Print
header

આમ આદમી પાર્ટીને મેં 60 કરોડ રૂપિયા આપ્યાં હતા, પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયા બાદ બોલ્યો મહાઠગ સુકેશ ચંદ્રશેખર

નવી દિલ્હીઃ મંડોલી જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થયા બાદ મોટો ખુલાસો કર્યો છે. જેને લઇને ફરીથી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ વધી ગઇ છે. સુકેશે હાજર થયા બાદ કહ્યું કે, તેને આમ આદમી પાર્ટીને 60 કરોડ રૂપિયા આપ્યાં હતા. સુકેશ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટ અનુસાર સુકેશે યુનિટેકના પ્રમોટર સંજય ચંદ્રાના સંપર્કથી દિપક રામનાની સાથે મુલાકાત કરી હતી. અને આપને ખંડણી તરીકે રૂપિયા આપવામાં આવ્યાં હતા. તે શિવેન્દ્ર મોહનસિંઘ અને મલવિંદરને પણ મળ્યો હતો જેમણે જામીન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 

ઇડીના જણાવ્યાં અનુસાર સુકેશે કબૂલાત કરી છે કે 60 કરોડ રૂપિયા એકઠા કરવામાં આવ્યાં હતા, તેની પાસેથી પાસેથી મોબાઈલ ફોન અને કેટલીક વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. સુકેશે જણાવ્યું કે આ રકમથી જેલ ઓથોરિટીને ગિફ્ટ મોકલવામાં આવી હતી. જે રકમમાંથી લેમ્બોર્ગિની જેવી લક્ઝુરિયસ કાર ખરીદવામાં આવી હતી. ડીજી તિહાર સંદીપ ગોયલને 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં હતા. બી મોહનરાજને રિયલ એસ્ટેટમાં રોકાણ માટે 9 કરોડ રૂપિયા આપવામાં આવ્યાં હતા. આમ આદમી પાર્ટી પર પહેલાથી જ લીકર પોલીસીના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ છે, તેમના એક મંત્રી પણ જેલમાં છે. 

બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડીઝની પૂછપરછ કરવામાં આવી 

સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝનું નામ પણ છે. તેના પર આરોપ છે કે તેણે સુકેશ પાસેથી મોંઘી ગિફ્ટ અને રૂપિયા લીધા છે. આ મામલાની તપાસ ચાલી રહી છે. 

પટિયાલા હાઉસ કોર્ટમાં પહેલી વાર જેકલીન અને સુકેશ આમને સામને આવ્યાં હતા. કોર્ટમાં સુનાવણી દરમિયાન બંને ત્યાં હાજર હતા. આ પહેલા જેકલીન ફર્નાન્ડીઝ મની લોન્ડ્રિંગ કેસમાં 12 ડિસેમ્બરે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર થઇ હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch