Sat,21 September 2024,6:08 am
Print
header

એવો તો કેવો નિર્દય બન્યો દિલ્હીનો આ સરકારી બાબુ ! મહિનાઓ સુધી સગીરા પર ગુજાર્યો બળાત્કાર

નવી દિલ્હીઃ દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના એક સિનિયર અધિકારી પ્રેમોદય ખાખાએ 16 વર્ષની સગીરા પર વારંવાર બળાત્કાર ગુજાર્યો છે. આરોપીની પત્નીએ પીડિતાને ગર્ભપાતની ગોળીઓ પીવડાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. આ કેસમાં જે ચોંકાવનારી માહિતી સામે આવી છે તે મુજબ મહિનાઓનાં શોષણ બાદ સગીરા જ્યારે ગર્ભવતી બની હતી ત્યારે આરોપીની પત્નીએ તેને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું.

અધિકારી 12 મા ધોરણથી વિદ્યાર્થીનીનાં પિતાનો મિત્ર હતો. 2020માં પીડિતાએ તેના પિતાને ગુમાવ્યાં હતા, ત્યારબાદ આરોપી તેને તેના ઘરે લઈ આવ્યો હતો. પીડિતા ઓક્ટોબર 2020 થી ફેબ્રુઆરી 2021 સુધી આરોપીના ઘરે રહી હતી.આ દરમિયાન તેના કાકાએ તેના પર વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સગીરાની તબિયત લથડી હતી. એક અઠવાડિયા પહેલા જ્યારે તેને કાઉન્સેલર પાસે લઈ જવામાં આવી હતી, ત્યાં કાઉન્સિંલિંગ બાદ તેને જે દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો તે અંગે ખુલાસો કર્યો હતો. આરોપીની પત્નીએ તેને ગર્ભપાત કરાવવા દબાણ કર્યું હતું તેવું પણ જણાવ્યુ હતું.

દિલ્હી પોલીસે અધિકારી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) અને POCSO એક્ટની કેટલીક કલમો હેઠળ FIR નોંધી છે. તેમની પત્ની પણ આ કૃત્યમાં તેની સાથે જોડાઈ હતી,આ બાબત અંગે પોલીસને જાણ કરી ન હતી, તેથી અમે તેની પત્ની વિરુદ્ધ એફઆઈઆરમાં કલમ 120-બી (ગુનાહિત કાવતરું) ઉમેર્યું છે. દિલ્હી પોલીસે આ નરાધમ અધિકારી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) અને POCSO એક્ટની કેટલીક કલમો હેઠળ FIR નોંધી છે. દિલ્હી પોલીસે અધિકારી પ્રેમોદય ખાખા સામે આરોપોની તપાસ શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch