Sun,17 November 2024,4:28 pm
Print
header

માનસિક તણાવમાં આવીને મહિલાએ 10માં માળેથી છલાંગ લગાવવાની કરી કોશિશ, ફાયર બ્રિગેડની ટીમે આવીને...

સુરતઃ કોરોના કાળમાં અનેક લોકોની માનસિક હાલત કથળી ગઇ છે. જેને કારણે તેઓ ન કરવાનું કરી જતા હોય છે, સુરતના વેસુમાં માનસિક તણાવમાં રહેતી મહિલાએ 10 માં માળેથી છલાંગ લગાવીને આપઘાત કરવાની કોશિશ કરી હતી, જો કે ફાયર બ્રિગેડે એક કલાકની જહેમત બાદ મહિલાને બચાવી લેતા પરિવારના જીવમાં જીવ આવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે કોરોનામાં પારિવારિક બે સભ્યોના મોત બાદ મહિલા માનસિક તણાવમાં રહેતી હતી, જેને કારણે તે આ પગલું ભરવા જઈ રહી હતી, જો કે પરિવારને જાણ થતાં ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને પારખીને ફાયરના જવાનોએ 54 મીટર સુધી ઊંચે જતી સીડીવાળી TTL ગાડી, જમ્પિંગ સીટ અને ચેરનોટ સાથે રેસ્ક્યૂના ત્રણેય વિકલ્પ સાથે મહિલાને બચાવી લેવામાં સફળ રહ્યાં હતાં.

ફાયર બ્રિગેડના જવાનોએ કામગીરી શરૂ કરવાની સાથે મહિલાને વાતોમાં પરોવી હતી. થોડીવારમાં ચેરનોટની ટીમે ઉપરથી ગેલેરીમાં કુદી મહિલાને પકડીને ખેંચી લીધી હતી. આ રીતે મહિલાનો બચાવ થતા જોઈ પરિવાર ભાવુક બની ગયો હતો. અનેકવાર આભાર વ્યક્ત કરી કામગીરીના ભરપેટ વખાણ કર્યાં હતાં.  

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch