Sat,23 November 2024,2:12 pm
Print
header

જે તે વખતે પાટીદારો પર અત્યાચાર મુદ્દે ચૂપ બેઠેલા પરસોત્તમ રૂપાલાની હવે દુર્દશા, ધંધુકામાં ક્ષત્રિયોના મહાસંમેલનમાં એક જ માંગ-રૂપાલાને હટાવો

ધંધુકાઃ 2016 માં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદારો પર ભાજપ સરકારના અત્યાચાર વખતે મંત્રી પરસોત્તમ રૂપાલા ચૂપ હતા, તેમને સમાજ માટે ત્યારે કંઇ કર્યું ન હતું અને પાટીદાર મહિલાઓ પર થયેલા લાઠીચાર્જ વખતે પણ તેઓ તમાશો જોઇને બેઠા હતા, હવે તેઓ સુરતમાં પાટીદારોની લાગણી લેવા બેશરમ રીતે પહોંચી ગયા હતા, પરંતુ હવે પાટીદાર સમાજ પણ તેમની સાથે નથી, સુરતમાં તેમને મીડિયા સાથે પણ સ્વભાવ મુજબ તોછડું વર્તન કર્યું હતુ. કદાચ તેઓ ખુદને હવે મોદી સમજવા લાગ્યા હશે.પરંતુ હવે પાટીદાર સમાજ પણ આ નેતાજીને સારી રીતે સમજી ગયો છે.

બીજી તરફ ધંધુકામાં ક્ષત્રિયોનું મહાસંમેલન મળ્યું હતુ, જેમાં ક્ષત્રિયોની એક જ માંગ છે કે રૂપાલાને રાજકોટની બેઠક પરથી હટાવો તેમને ટિકિટ જ ન મળવી જોઇએ, અહીં મોટી સંખ્યામાં આવેલા ક્ષત્રિયોમાં જોરદાર રોષ જોવા મળી રહ્યો છે. બેફામ વાણીવીલાસ કરનારા રૂપાલાની ટીકિટ કપાવવી જ જોઇએ.

ક્ષત્રિયોના મહાસંમેલનમાં શેરસિંહ રાણા, મહિપાલ મકરાણા,કરણીસેનાના પદ્મીનીબા વાળા સહિત અનેક આગેવાનો જોડાયા છે, અહીં મહિલાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી અને રૂપાલા સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

ચામુંડા માતાજી મંદિરના મેદાનમાં હજારોની સંખ્યામાં ક્ષત્રિયો ભેગા થયા હતા અને આગામી થોડા જ દિવસોમાં 5 લાખ ક્ષત્રિયોને ભેગા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અહીં ક્ષત્રિયોના 91 સંગઠનોએ જોરદાર શક્તિ પ્રદર્શન કર્યું છે.

બીજી તરફ ભાજપના ક્ષત્રિય નેતાઓ પણ હવે રૂપાલાનો વિરોધ કરી રહ્યાં છે, પાટીદાર સમાજ પણ રૂપાલા સાથે નથી, ત્યારે જો ભાજપ હવે કોઇ યોગ્ય પગલું નહીં લે તો ક્ષત્રિયોનો રોષ વધશે તે નક્કિ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch