Sat,16 November 2024,8:07 pm
Print
header

ACB નો આરોગ્ય વિભાગ પર સંકજો, કુપોષણ યોજનાની સરકારી સહાય પર લાંચ લેનાર ઝડપાયા- Gujarat Post

બનાસકાંઠાઃ ACBએ આરોગ્ય વિભાગના બે મહિલા કર્મચારીઓને લાંચકાંડમાં ઝડપી લીધા છે. ધાનેરામાં ફરીયાદીની બે બાળકીઓને આરોગ્ય વિભાગની કુપોષણ યોજના અંતર્ગત સરકારી સહાય રૂપિયા 5000 મળવાની હતી, જેમાં બેંક ખાતામાં રૂપિયા જમા કરી આપવાની કાર્યવાહી કરવા  ટીનાબેન ડાયાભાઇ દેવડા, ન્યુટ્રીશન આસિસ્ટન્ટ (કરાર આધારિત), બાળ સંજીવની કેન્દ્ર અને વસંતીબેન નરેન્દ્રભાઈ ચૌહાણ, કૂક કમ હેલ્પર, બાળ સંજીવની કેન્દ્ર (કરાર આધારિત) એ રૂપિયા 1000 ની લાંચની માંગણી કરી હતી

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીએ આપેલી ફરિયાદને આધારે ટ્રેપ ગોઠવીને ઉપરોક્ત બન્ને આરોપીઓને ધાનેરામાં બાળ સંજીવની કેન્દ્રની સામેથી રૂપિયા 1000ની લાંચ લેતા ઝડપી લીધા છે. ઉપરોક્ત બંન્ને આરોપીઓને એસીબીએ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપિંગ અધિકારી જે.પી.સોલંકી, પોલીસ ઇન્સ્પેકટર, એસીબી પાટણ, સુપર વિઝન અધિકારી, કે.એચ.ગોહિલ મદદનીશ નિયામક અને તેમની ટીમે આ ઓપરેશન પાર પાડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch