યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપીને મરજી વિરૂદ્ધ શરીર સંબધ બાંધ્યો હતો
ધોરાજીઃ દીકરીઓને ફસાવીને મુસ્લિમ ધર્મ અપનાવવા દબાણ કે ફરજ પાડતાં લોકો સામે નવો કાયદો બન્યો છે જે અંતર્ગત આરોપીઓ સામે કાર્યવાહી થઇ રહી છે. ગુજરામાં લવ જેહાદનો કાયદો અમલી બન્યા બાદ અનેક પીડિતો સામે આવી રહ્યાં છે. થોડા દિવસ પહેલા ધોરાજીમાં રહેતા મહંમદ ઉર્ફે ડાડો ગનીભાઇએ પોતે મહિલાને પરિણીત હોવા છતાં અપરણિત હોવાનું કહીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી.
આ મુસ્લિમ શખ્સે હિન્દુ યુવતીને લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ધમકી આપી હતી.આ અંગેની લવજેહાદની ફરિયાદ રાજકોટ જિલ્લાના ધોરાજી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જેને આધારે આજે ધોરાજી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે પોલીસ તપાસમાં આરોપી ધર્મ અંગીકાર કરાવવા માનસિક ત્રાસ આપતો હોવાનું ખુલ્યું હતું.
પોલીસના જણાવ્યાં મુજબ ધોરાજીના રાધાનગરમાં રહેતો મોહમદ ઉર્ફે ડાડો ગની પરિણીત હોવા છતાં કપટપૂર્વક પોતાના લગ્ન ન થયાનું જણાવ્યું હતું. યુવતીને લલચાવી ફોસલાવીને ઈસ્લામ ધર્મ મુજબ ધાર્મિક કલમા સોશિયલ મીડિયામાં મોકલી પઢાવ્યાં હતા.ઉપરાંત અવારનવાર મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવા માટે માનસિક દબાણ કરતો હતો.
લગ્નની લાલચ આપીને યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી મરજી વિરૂદ્ધ તેની સાથે જાતીય સંબધ બાંધ્યો હતો. દુષ્કર્મ આચરીને હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ પરિવર્તન કરવાનો પ્રયત્ન કરતો હતો. જેથી યુવતીના પરિવારે નોંધાવેલી ફરિયાદને આધારે આરોપી સામે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય (સુધારો) અધિનિયમ-2021ની કલમ 4 સહિત વિવિધ કલમો મુજબ ગુનો નોંધીને તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
દિલ્હીમાં આપને મોટો ઝટકો, મંત્રી કૈલાશ ગહલોતે કેજરીવાલને પત્ર મોકલીને છોડી પાર્ટી- gujaratpost | 2024-11-17 13:51:57
Accident: ત્રણ લોકોનાં મોત, જામનગર-રાજકોટ હાઈવે પર જાયવા નજીક મોપેડ અને બોલેરો વચ્ચે અકસ્માત | 2024-11-17 13:48:27
સુરતમાં ઉદ્યોગપતિ મહેશ સવાણીના નામની નકલી ચિઠ્ઠી બનાવીને રૂ. 5.61 કરોડ ખંખેરી લીધા, ક્રાઇમ બ્રાન્ચમા ગુનો દાખલ | 2024-11-17 13:44:01
મોરબી બ્રિજ અકસ્માતના આરોપી જયસુખ પટેલને મોદકથી તોલવામાં આવ્યાં, પીડિતોના પરિવારજનો નારાજ | 2024-11-17 09:31:46
નાઈજીરિયા પહોંચ્યાં પીએમ મોદી, એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું | 2024-11-17 09:06:39
ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે, જાણો હવામાન વિભાગે શું કરી છે આગાહી | 2024-11-17 08:52:54
NRI દીપક પટેલની ભાગીદારે જ કરી હત્યા, નફાની વહેંચણીને લઈને થઇ હતી રકઝક- Gujaratpost News | 2024-11-16 19:47:58
મણિપુર: જીરીબામમાં ત્રણ મૃતદેહો મળ્યાં બાદ અંધાધૂંધી ફાયરિંગ, ટોળાએ મંત્રીઓ અને ધારાસભ્યોના નિવાસસ્થાનો પર કર્યો હુમલો | 2024-11-16 20:23:19
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22