Sun,17 November 2024,7:21 am
Print
header

દારૂના નશામાં PIએ ASIને આપી ગાળો, એક હેડ કોન્સ્ટેબલે PIને માર્યો લાફો

પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ, મારમારી સુધી ઉતરી આવ્યાં 

ધ્રાંગધ્રાઃ ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થતો હોવાની સરકાર માત્ર વાતો કરે છે. સરકારી કર્મચારીઓ પણ હવે તો નશો કરીને બબાલો કરી રહ્યાં છે.ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનના PIએ દારુના નશામાં હેડ કોન્સ્ટેબલને ગાળો આપીને માર માર્યો હોવાનો આક્ષેપ છે. ધ્રાંગધ્રા આરપીએફ પોલીસ મથકના પીઆઈએ દારૂ પીને એએસઆઈ અને હેડ કોન્સ્ટેબલને ડાયરી સમયસર ભરી ન હોવાને કારણે બેફામ ગાળો આપી હતી.

ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનના રેલવે પોલીસ સ્ટેશનના PI જે.એલ. બૈરવાએ દારુના નશામાં ASI અને હેડ કોન્સ્ટેબલને કહ્યું હતું કે પોલીસ ડાયરીમાં યુવકની ધરપકડ બતાવ્યાં બાદ તેને કોર્ટમાં કેમ રજૂ કર્યો નથી. દારુના નશામાં PI બૈરવાએ ASI નરેન્દ્ર પરમારને ગાળો આપી હોવાના આરોપ છે. ત્યાર બાદ PIની ઓફિસમાં આવેલા હેડ કોન્સ્ટેબલે PI બૈરવાને તમાચો મારી દીધો હતો. આ ઘટના બાદ PI બૈરવાએ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવાની વાત કરતા કોન્સ્ટેબલ ઉશ્કેરાઈ ગયો અને PI બૈરવાને કહ્યું કે તમે મને નોકરીમાંથી શું કાઢશો, હું જ નોકરી મુકી દઉં છું. ત્યારબાદ કોન્સ્ટેબલે પોતાનો બેલ્ટ કાઢીને PIને મારવાની ધમકી આપી દીધી હતી.

આ વિવાદનો વીડિયો ફરતો થયા બાદ આરપીએફના અધિકારીઓએ તપાસ શરૂ કરવાની સાથે ત્રણેય પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ ઘટનાને લઇ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અન્ય પોલીસકર્મીઓ પણ ચોંકી ગયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch