રાંચી: ઝારખંડ ATSએ ગુરુવારે આતંકવાદી સંગઠન અલ કાયદા ઇન્ડિયન સબ કોન્ટિનેંટ (AQIS) ના મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે, જેણે દિલ્હી સહિત દેશના ઘણા શહેરોમાં આતંકવાદી હુમલાની યોજના બનાવી હતી. ATS, NIA સાથે મળીને રાંચી, લોહરદગા અને હજારીબાગમાં પાડવામાં આવેલા દરોડામાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
મોડ્યુલને રાજસ્થાન-યુપી સુધી વિસ્તારવામાં આવ્યું હતું
આ મોડ્યુલ રાંચીના રહેવાસી ડો. ઈશ્તિયાક ચલાવી રહ્યો હતો. તેણે આ મોડ્યુલને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સુધી વિસ્તરણ કર્યું હતું. ડો.ઇશ્તિયાક રાંચીની નામાંકિત ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો. આ મોડ્યુલના 8 લોકોની રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આતંકીઓ પાસેથી AK-47 સહિત અનેક હથિયારો મળી આવ્યાં હોવાની માહિતી છે. ઝારખંડના આઈજી જણાવ્યું કે ધરપકડ કરાયેલા શખ્સોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
જેનો હેતુ યુવાનોને કટ્ટરપંથી બનાવવાનો હતો
ધરપકડ કરાયેલા આતંકવાદીઓ પાસેથી ઘણા દસ્તાવેજો અને ઈલેક્ટ્રોનિક ઉપકરણો જપ્ત કરવામાં આવ્યાં છે. આ દસ્તાવેજોની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આ લોકો ભારતમાં અલ કાયદાનું વિસ્તરણ, યુવાનોને તેની સાથે જોડવા, તેમને કટ્ટરપંથી બનાવવા, ભારતમાં શરિયા કાયદો સ્થાપિત કરવા અને બાંગ્લાદેશ સામે યુદ્ધ કરવા માટે કામ કરી રહ્યાં હતા.
AQIS અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત, મ્યાનમાર અને બાંગ્લાદેશમાં સક્રિય છે. તેમની યોજના દિલ્હી સહિત અનેક શહેરોમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની હતી. રાંચીમાં પકડાયેલા લોકોમાં એક મદરેસાના મૌલવીનો પણ સમાવેશ થાય છે.
ઝારખંડના આ જિલ્લાઓમાં આતંકવાદીઓના સ્લીપર સેલ સક્રિય
આ પહેલીવાર નથી જ્યારે ઝારખંડમાં આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકો પકડાયા હોય. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ગયા વર્ષે ઓક્ટોબરમાં ISISના ત્રણ આતંકીઓની ધરપકડ કરી હતી. જેમાંથી બે શાહનવાઝ આલમ અને રિઝવાન અશરફ ઝારખંડના રહેવાસી છે. તેમાંથી એક શાહનવાઝ આલમ NIA દ્વારા મોસ્ટ વોન્ટેડ હતો અને તેના પર 3 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તે હજારીબાગ શહેરના પાગામિલ-પેલાવલનો રહેવાસી છે.
NIA અને ATSની તપાસમાં પહેલાથી જ ખુલાસો થયો છે કે ઝારખંડના રાંચી, જમશેદપુર, હજારીબાગ, રામગઢ, લોહરદગા, પાકુર, ગઢવા અને ગિરિડીહ જિલ્લામાં આતંકવાદીઓના સ્લીપર સેલ સક્રિય છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
UP: દિવાળી મનાવવા ઘરે જઇ રહેલા લોકોને નડ્યો અકસ્માત, 6 લોકોનાં મોત | 2024-10-31 10:49:52
Vadodara: મહિલા બાળકો સાથે ફોડતી હતી ફટાકડા, અચાનક રોમિયો આવીને ભેટી પડ્યો અને પછી... | 2024-10-31 10:12:01
પીએમ મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી, કહી આ વાત | 2024-10-31 09:30:40
પીએમ મોદીએ સ્ટેચ્યૂં ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઇ પટેલને આપી શ્રદ્ધાંજલિ,રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યાં | 2024-10-31 09:12:12
નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર ઘરમાં જ કૂટણખાનું ચલાવતાં ઝડપાયો, નજારો જોઈ પોલીસ પણ ચોંકી- Gujarat Post | 2024-10-30 10:53:05
2 કરોડ રૂપિયા આપો, નહીં તો જાનથી મારી નાખીશું, ફરી એકવાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી | 2024-10-30 10:43:25
ધનતેરસના દિવસે ભયંકર અકસ્માતમાં 12 લોકોનાં મોત, અનેક ઘાયલ | 2024-10-29 21:53:45