વોંશિગ્ટનઃ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન આયાત પરના ઘણા પ્રતિબંધો અને ટેરિફ હટાવી લીધા છે. આ પ્રતિબંધો અને ટેરિફ ગયા મહિને ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષરિત કાયદા હેઠળ લાગુ કરવાના હતા. શુક્રવારે મોડી રાત્રે જારી કરાયેલા એક એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં, ટ્રમ્પે કહ્યું, હું ગ્રેહામ એક્ટ હેઠળ લાદવામાં આવેલા આ પ્રતિબંધો અને ટેરિફ લાદવામાંથી મુક્તિ આપી રહ્યો છું. મેં કોંગ્રેસને એક પ્રમાણપત્ર સુપરત કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ સમયે આવી છૂટ આપવી યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રીય હિતમાં છે. જો કે, આ ઓર્ડર હેઠળ રશિયા સંબંધિત ટેરિફ ફક્ત હાલ પૂરતા જ સ્થગિત છે. તેનો અર્થ એ છે કે જો ટ્રમ્પ ઈચ્છે તો તેઓ ભવિષ્યમાં તેમને ફરીથી લાદી શકે છે.
શું જોગવાઈ હતી, ટ્રમ્પે ટેરિફ શા માટે જાહેર કર્યા ?
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિંગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ 2026 નામના કાયદા પર હસ્તાક્ષર કર્યાં હતા. આ કાયદાએ ટ્રમ્પને રશિયન ક્રૂડ ઓઇલના ટોચના પાંચ ખરીદદારો ચીન, ભારત, સ્લોવાકિયા, હંગેરી અને અઝરબૈજાનથી આવતા તમામ માલ પર 100 ટકા ટેરિફ લાદવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. તેમાં અનેક રશિયન કંપનીઓ પર પ્રતિબંધો અને રશિયાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં આયાત થતા ઉર્જા ઉત્પાદનો પર 500 ટકા ટેરિફનો પણ સમાવેશ થતો હતો. આ એક મહિનાની સમયમર્યાદા ગઈકાલે, 18 ઓક્ટોબરના રોજ સમાપ્ત થઈ રહી હતી.
ગ્રેહામ એક્ટ શું છે ?

















