Sat,16 November 2024,10:03 pm
Print
header

Omicron નો ફફડાટ, ગુજરાતમાં માસ્કના વેચાણમાં ત્રણ ગણો વધારો- Gujarat Post

ઓમિક્રોનથી સાવધાની જરૂરી, માસ્ક ચોક્કસ પહેરજો

(file photo)

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોનાના નવા વેરિયંટને લઈ પણ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. નવો વેરિયંટ ઓમિક્રોન ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છે ત્યારે લોકો અત્યારથી જ સતર્ક થઈ ગયા છે. ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન ( FGSCDA)ના જણાવ્યાં મુજબ રાજ્યમાં માસ્કના વેચાણમાં ત્રણ ગણો વધારો થયો છે. લોકો હવે સાવચેત થઇ રહ્યાં છે.

ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન અનુસાર રાજ્યમાં 24 હજાર કેમિસ્ટ્સ અને ફાર્માસિસ છે. રાજ્યમાં ગત સપ્તાહે દૈનિક 10 લાખ ડિસ્પોઝેબલ માસ્ક અને 3 લાખ એન95 માસ્કનું વેચાણ થયું હતું. મેડ કાર્ટના કો ફાઉન્ડર અંકુર અગ્રવાલના કહેવા મુજબ સેનિટાઇઝની માંગમાં 50 ટકાનો વધારો થયો છે. તેમના કહેવા મુજબ નવેમ્બર મહિનામાં માસ્ક અને સેનિટાઇઝરના વેચાણમાં ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લા આઠ-દસ દિવસમાં બંનેની માંગ વધી છે. લોકો એન-95 માસ્કની સાથે સેનિટાઇઝર અંગે પણ પૂછી રહ્યા છે.

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. ગુરુવારે 70 કેસ નોંધાયા હતા. રાજ્યમાં 17 જુલાઈ બાદ પ્રથમ વખત એક્ટિવ કેસની સંખ્યા 450ને પાર થઈ છે. રાજ્યમાં હાલ સાબરકાંઠા, પાટણ, નર્મદા, મોરબી, દેવભૂમિ દ્વારકા, ડાંગ, છોટા ઉદેપુર, બોટાદ, અમરેલીમાં એક પણ એક્ટિવ કેસ નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch