Sun,17 November 2024,3:16 am
Print
header

દિલ્હીમાં પ્રદૂષણથી બગડી સ્થિતિ, સ્કૂલો બંધ, કર્મચારીઓને Work From Home નો આદેશ

બાળકોના સ્વાસ્થ્ય પર ખતરો વધી રહ્યો છે 

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં પ્રદૂષણથી હાલત બગડી ગઇ છે. બગડતી સ્થિતિને જોતાં દિલ્હી સરકારે એક સપ્તાહ માટે સ્કૂલોમાં રજાઓ જાહેર કરી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે એક સપ્તાહ માટે સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી છે. ઉપરાંત કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમનો આદેશ અપાયો છે.આ નિર્ણય સોમવારથી અમલી બનશે.

કેજરીવાલે કહ્યું કે 14 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી દિલ્હીમાં કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી ગતિવિધિ પર રોક લગાવી દેવામાં આવી છે.ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ, દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે, આ નિર્ણય પ્રદૂષણની વધતી સ્થિતિને જોતાં આજની બેઠકમાં લેવામાં આવ્યો છે. સ્કૂલોમાં રજા જાહેર કરવાને લઈ તેમણે કહ્યું, બાળકોના હિતમાં આ નિર્ણય કરાયો છે. પ્રદૂષિત હવા બાળકોના શ્વાસમાં ન જાય તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે સ્પષ્ટતા કરી કે આ સમયગાળા દરમિયાન ઓનલાઈન ક્લાસ શરૂ રહેશે. દિલ્હીમાં પ્રદૂષણને લઈ સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યકત કરી છે.જે બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ ઈમરજન્સી બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા, પર્યાવરણ મંત્રી ગોપાલ રાય, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન અને દિલ્હીના મુખ્ય સચિવ ઉપસ્થિત રહ્યાં હતા

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch