Sat,16 November 2024,2:24 pm
Print
header

દીકરીઓ માટે અસલામત ગુજરાત ! 2021માં દુષ્કર્મના બનાવોમાં 15 ટકાનો વધારો– Gujarat Post

(પ્રતિકાત્મક તસવીર)

ગુજરાતમાં બહેન-દીકરીઓ અસલામત !

રાજ્યમાં ગત વર્ષે 556 દુષ્કર્મની ઘટનાઓ  થઇ

પાટનગર ગાંધીનગરમાં દુષ્કર્મના બનાવમાં 150 ટકાનો વધારો

સીઆઈડી ક્રાઈમના ડેટામાં સામે આવી વિગત

અમદાવાદઃ ગુજરાત હવે દીકરીઓ માટે અસલામત બની રહ્યું છે. સીઆઈડી ક્રાઈમ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે રાજ્યમાં 2021માં સરેરાશ બે દિવસમાં ત્રણ દુષ્કર્મની ઘટનાઓ બની હતી. અમદાવાદમાં દર પાંચમા દિવસે આવો બનાવ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં ગત વર્ષે 81 અને રાજ્યમાં 556 દુષ્કર્મના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

2020ની સરખામણીમાં દુષ્કર્મની ઘટનાઓમાં15 ટકાનો વધારો થયો છે. 2020માં 493 દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી અમદાવાદમાં શહેરમાં 2020માં રેપની 78 ઘટના બની હતી, સુરત શહેરમાં 2020માં 27 ઘટના બની હતી, તેની સામે 2021માં 52 બનાવ બન્યાં હતા. પાટનગર ગાંધીનગરમાં 2020ની સરખામણીમાં ગત વર્ષે દુષ્કર્મના બનાવમાં 150 ટકાનો વધારો થયો છે.

એક પોલીસ અધિકારીના કહેવા મુજબ મોટાભાગની ઘટનામાં આરોપી પડોશી કે પીડિતાના વિસ્તારમાં જ રહેતો હોય છે. મોટાભાગના કેસમાં ભોગ બનનારની ઉંમર 15 થી 18 વર્ષની હોય છે. 2021માં નોંધાયેલા 566 કેસમાંથી 10 ટકાથી વધુ પીડિત સગીરાની ઉંમર 13 વર્ષથી ઓછી હતી.ત્યારે હવે રાજ્યમાં બળાત્કારના બનાવો વધતા સુરક્ષાને લઇને સવાલો ઉભા થઇ રહ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch