(demo pic)

  • અંગત પળોના વીડિયો- ફોટા કેમેરામાં કેદ કરી લીધા હતા
  • શારીરિક શોષણ કર્યા બાદ પરિવાર લગ્ન નહીં સ્વીકારે તેમ કહી મોડેલ યુવતીને તરછોડી

રાજકોટ: મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધતી 36 વર્ષીય મોડેલિંગ આર્ટિસ્ટ સાથે પ્રેમજાળ રચી, રૂ.100 ના સ્ટેમ્પ પેપર પર લગ્નનું નાટક કરી દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાના કહેવાતા બિલ્ડરે શારીરિક શોષણ કર્યા બાદ પરિવાર લગ્ન નહીં સ્વીકારે તેમ કહી યુવતીને તરછોડી દીધી હતી અને વિરોધ કરતાં અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.

મોડેલ યુવતીને ચાર વર્ષ પહેલાં બનેલી પ્રોફાઇલ પર એક વર્ષ અગાઉ વડોદરાના પાર્થ વિજયભાઈ પરીખે સંપર્ક કર્યો હતો. આરોપીએ પોતે અપરિણીત હોવાનું અને કન્સ્ટ્રક્શન તેમજ કોલ્ડ સ્ટોરેજ બિઝનેસમાં ભાગીદાર હોવાનો દાવો કર્યો હતો.  યુવતીએ પોતે અનુસૂચિત સમાજમાંથી આવતી હોવાની સ્પષ્ટતા કરી છતાં પાર્થે પરિવારે આ બાબતે કોઈ વાંધો ન હોવાનો ભરોસો આપ્યો હતો.