Sat,16 November 2024,6:17 am
Print
header

દ્વારકામાં મુસ્લિમ યુવકે કેસરી ધજા સળગાવતાં મામલો ગરમાયો, લોકો ઝપાઝપી પર ઉતર્યાં- Gujarat Post

દ્વારકાઃ રામ નવમીની ઉજવણી પર હિંમતનગર અને ખંભાતમાં પથ્થરમારાની ઘટનાઓ બની છે. દ્વારકામાં રામ નવમી પર મુખ્ય રસ્તાઓ પર કેસરી ધ્વજાઓ લગાવી હતી, જેમાં ભથાણ ચોકની મસ્જિદ પાસે સાંજે એક મુસ્લિમ યુવકે કેસરી ધ્વજાને  આગ ચાંપી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પરિસ્થિતિ તંગ બની હતી, મોડી રાત્રે દ્વારકા પોલીસ સ્ટેશન પર લોકોનાં ટોળેટોળાં ઊતરી આવ્યાં હતાં. કેટલાક લોકો ઝપાઝપી પર ઊતરતા દ્વારકા એસપીએ મામલો શાંત પાડ્યો હતો. સુન્ની મુસ્લિમ જમાતે આ ઘટનાને વખોડીને આરોપીને સજા મળે તેવી માંગ કરી છે. સુન્ની મુસ્લિમ સમાજ ક્યાંય આ ઘટનામાં સંકળાયેલો નથી. સમાજના લોકોએ સાથે મળી હિન્દુ મુસ્લિમ સમાજની એકતા જળવાય રહે તે હેતુથી લેખિત જવાબ જાહેર કર્યો છે. 

હિંમતનગરના છાપરિયામાં રામ નવમીના દિવસે નીકળેલી શોભાયાત્રા પર કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં 5 બાઇક, 4 કારમાં તોડફોડ કરી આગ ચાંપી હતી, જિલ્લાનો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો. ત્યાર બાદ સાંજે ફરી નીકળેલી શોભાયાત્રામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની હાજરીમાં પેટ્રોલ બૉમ્બ, તીરથી હુમલો કરતાં સ્થિતિ વણસણી હતી.ટોળાંને વિખેરવાં 50થી વધુ ટિયર ગેસના સેલ છોડવામાં આવ્યાં હતા. પોલીસે 20 લોકોની અટકાયત કરી છે. 13 એપ્રિલ સુધી શહેરમાં કલમ 144 લગાવાઈ છે. 

ખંભાતના શક્કરપુરા વિસ્તારમાં રામ નવમીની શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા પર બાવળિયાના ખેતરમાંથી અચાનક પથ્થરમારો શરૂ થયો હતો, શોભાયાત્રામાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. અચાનક સામસામે પથ્થરમારો થતાં 5થી વધુ પોલીસ જવાન સહિત 15થી વધુ લોકોને ઇજા પહોંચી હતી, જ્યારે એકનું મોત થયું હતું.ઉશ્કેરાયેલા ટોળાંએ ખંભાતના ટાવર બજારમાં બે દુકાન, ચપ્પલની બે લારીઓ અને રજપૂતવાડાના નાકે એક ઘરમાં આગ ચાંપી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch