Mon,18 November 2024,12:22 am
Print
header

ઘરના મોભીનું કોરોનાથી મોત થતા પરિવારના ત્રણ સભ્યોએ કરી લીધી આત્મહત્યા

વહેલી સવારે અંતિમવિધી કરીને આવ્યાં બાદ ઝેરી દવા પીને અન્ય ત્રણ સભ્યોએ જીવન ટૂંકાવ્યું

યાત્રાધામ દ્વારકામાં રહેતા એક જૈન પરિવાર માટે કોરોના કાળમુખો સાબિત થયો.

જૈન પરિવારના ઘરના વયોવૃદ્ધ મોભીનું કોરોનામાં મૃત્યુ થતા તમામ ત્રણ પરિવારજનોએ ઝેરી દવા ગટગટાવીને જિંદગી ટૂંકાવી 

દ્વારકાઃ દેવભૂમિ દ્વારકામાં રહેતા એક પરિવારનો માળો એક રાતમાં વિખેરાઈ ગયો છે. જૈન પરિવારના વયોવૃદ્ધ વડીલનું કોરોનાને કારણે અવસાન થતા તેમના આઘાતમાં મૃતકના ધર્મપત્ની તથા બે પુત્રોએ સવારે ઝેર ખાઈને આપઘાત કરી લીધાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવને વિગતો એવી છે કે દ્વારકામાં ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા અને છૂટક ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા જયેશભાઈ જશવંતભાઈ જૈન નામના 60 વર્ષીય વ્યક્તિ બે દિવસ પહેલા કોરોનાગ્રસ્ત થયા હતા.જેથી તેમને સારવાર અર્થે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

ઘરના મોભી જયેશભાઈએ ગત રાત્રીના આશરે દોઢ વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. બાદમાં સવારે તેમના પરિવારજનો દ્વારા જયેશભાઈની અંતિમવિધિ કરવામાં આવી હતી. મૃતકના 57 વર્ષીય ધર્મપત્ની સાધનાબેન તથા 35 વર્ષના પુત્ર દુર્ગેશભાઈ અને 39 વર્ષના પુત્ર કમલેશભાઈ દ્વારા આજ રોજ સવારે તેમના અગ્નિદાહની વિધિ સંપન્ન કરીને સવારે આશરે સાડા છ વાગ્યે ઘરે પહોંચ્યા હતા.આ પછી બંધ રહેલા મકાનમાં નિત્યક્રમ મુજબ દૂધ આપવા આવેલા દૂધવાળાને શંકા થતાં સમગ્ર બનાવની જાણ અન્ય લોકોને કરી હતી. આ સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણ કરાતા દ્વારકાના પીઆઈ. જી.આર.ગઢવી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો, સ્થળ પર જોતા આ ત્રણે વ્યક્તિઓએ ઘરના મોભીના અવસાનથી વ્યથિત થઈને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક અનુમાન છે. 

પોલીસે આ ત્રણેય પરિવારજનોના મૃતદેહનો કબ્જો મેળવીને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી કરી છે. મૂળ સાવરકુંડલાના રહીશ અને હાલ દ્વારકામાં ભાડાના મકાનમાં રહેતા જયેશભાઈનો પરિવાર અગાઉ બસ સ્ટેન્ડ પાસે ફરસાણની દુકાન ધરાવતો હતો. લોકડાઉન દરમિયાન દુકાન બંધ થઇ જતાં તેઓ ઘરમાંથી ફરસાણ- રસોઈ અંગેનો વ્યવસાય કરતા હતા. તેમના અન્ય પરિવારજનો નાસિક તરફ રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch