Sun,17 November 2024,3:06 am
Print
header

દ્વારકામાં ડ્રગ્સના વધુ 47 પેકેટ મળ્યાં, મુંબઇના કારા ભાઇઓએ મંગાવ્યું હતુ આ ડ્રગ્સ

દેવભૂમિ દ્વારકાઃ પોલીસે 66 કિલો ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યા બાદ બીજા 47 પેકેજ ડ્રગ્સ મળ્યુ છે જેથી હવે આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સના જથ્થાની કિંમત 400 કરોડ રૂપિયાથી પણ વધી જશે.રેન્જ આઇજી સંદીપસિંહે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે આ ડ્રગ્સનો જથ્થો મુંબઇના કારા ભાઇઓએ મંગાવ્યો હતો.સલીમ કારા અને અલી કારાનું નામ આ કેસમાં સામે આવ્યું છે, જેમની અટકાયત કરી લેવામાં આવી છે.

પોલીસે અહીથી શહેજાદ નામના એક શખ્સને ઝડપી લીધો હતો, જેની પાસે ત્રણ બેગ હતી તેની પૂછપરછ કરાઇ હતી તેની પાસેથી 11 કિલો હેરોઇન અને 17.50 કિલો એમડી ડ્રગ્સ મળ્યું છે. જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 88 કરોડ રૂપિયા થાય છે. શહેજાદ બે દિવસ પહેલા મુંબઇથી આવીને ખંભાળિયાના એક ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. ત્યારે દ્રારકાથી ઝડપાયેલા ડ્રગ્સના જથ્થાની કિંમત કરોડો રૂપિયા થાય છે, આરોપીઓએ ડ્રગ્સ ક્યાથી મંગાવ્યું હતુ તે મામલે તપાસ થઇ રહી છે, એસઓજી, એલસીબી અને એટીએસના ઓપરેશનમાં હજુ મોટા ઘટસ્ફોટ થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch