Sat,16 November 2024,4:33 pm
Print
header

રૂ. 4 લાખની લાંચ આપવી પડશે ! પછી તો વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિને રૂ.1.50 લાખ લેતા ACB એ ઝડપ્યાં- Gujarat Post

4 લાખ રૂપિયાની લાંચમાં ઘરવખરીનો સામાન, 2 આઇફોન સહિત 5 મોબાઇલની કરાઇ હતી ગણતરી

લાંચની રકમમાંથી મોબાઇલ સહિતની વસ્તુઓ લેવાની હતી 

દેવભૂમિ દ્વારકાઃ એસીબીએ વધુ એક લાંચકાંડનો પર્દાફાશ કર્યો છે, હુશૈનાબાનુ અબ્બાસભાઈ સંઘાર, સરપંચ, વાડીનાર ગ્રામ પંચાયત, તા.ખંભાળિયા જિ. દેવભૂમિ દ્વારકા અને તેમના પતિ ડો.અબ્બાસ ઇબ્રાહીમભાઇ સંઘારે 4 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જેમાં એસીબીએ તેમને ઝડપી લીધા છે. આરોપીએ સરોવર પોર્ટીકો હોટેલ, લીમડા ચોક, રાજકોટમાં 1.50 લાખ રૂપિયાની લાંચ લીધી હતી. 

ફરીયાદીને IOCL વાડીનાર ખાતે બાઉન્ડ્રી વોલનું બાંધકામ અને સાઇટ ડેવલપમેન્ટ કરવા માટે કામ મળ્યું હતુ, જે કામ ચાલુ કરવા દેવા તથા કામમાં અડચણ નહીં કરવા માટે વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિએ સરપંચ વતી ફરીયાદી પાસે રૂ.4 લાખની લાંચ માંગી હતી, જેમાં ઘરવખરીનો સામાન, 2 આઇફોન સહિત 5 મોબાઇલ લેવાના હતા.ઘરવખરીનો સામાન તથા 2 આઇફોન, 2 સેમસંગ તથા 1 નોકિયા મોબાઇલ પેટે અગાઉ 50 હજાર રૂપિયા પડાવી લીધા હતા.

બાકીના 3.50 લાખ રૂપિયાની વારંવાર માંગ થઇ રહી હતી, જેમાં ફરિયાદીએ એસીબીને ફરિયાદ આપતા છટકુ ગોઠવાયું હતુ, જેમાં મહિલા સરપંચે અને તેના પતિએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને તેના પતિએ 1.50 લાખ રૂપિયાની લાંચ સ્વીકારી હતી ત્યારે જ એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો. હાલમાં એસીબીએ ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે,તમારી પાસે પણ કોઇ સરપંચ આવી રીતે લાંચની માંગણી કરે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch